પ્રિયંકા ચોપડા, કૅટરિના કૈફ કે પછી નયનતારા?

01 May, 2026 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુમ્બાડ 2 માટે આમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે એવી ચર્ચા....

પ્રિયંકા ચોપડા, કૅટરિના કૈફ, નયનતારા

લોકકથાઓ પર આધારિત ૨૦૧૮ની લોકપ્રિય ફિલ્મ ‘તુમ્બાડ’ની સીક્વલ ‘તુમ્બાડ 2’ આવતા વર્ષે ૩ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. માહિતી મુજબ મેકર્સ ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે કોઈ જાણીતા ટોચના અભિનેતાની શોધમાં છે. આ સાથે જ ફિલ્મમાં એક મજબૂત મહિલા પાત્ર ઉમેરવાની પણ યોજના બનાવાઈ રહી છે. આ માટે પ્રિયંકા ચોપડા, કૅટરિના કૈફ અને નયનતારા જેવાં મોટાં નામો પર વિચાર ચાલી રહ્યો છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ચર્ચાઓ ચાલુ છે.

priyanka chopra katrina kaif nayanthara upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news