ઉર્વશી તો નીકળી કૉપીકૅટ

18 May, 2026 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુપરમૉડલનો લુક કૉપી કરવાને કારણે ઠેકડી ઊડી

ઉર્વશીના આ લુકને જોઈને લોકોને સુપરમૉડલ ગિગી હદીદનો જૂનો લુક યાદ આવી ગયો

ફ્રાન્સમાં યોજાયેલા ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ, અદિતિ રાવ હૈદરી, તારા સુતરિયા, હુમા કુરેશી તેમ જ ઉર્વશી રૌતેલા જેવી ઍક્ટ્રેસ અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી હતી. જોકે આ ફેસ્ટિવલમાં ઉર્વશીનો સાડીવાળો લુક ટ્રોલ થઇ રહ્યો છે. ઉર્વશી ફેસ્ટિવલમાં ગોલ્ડન બૉર્ડરવાળી આઇવરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ પહેરીને જોવા મળી હતી. ઉર્વશીના આ લુકને જોઈને લોકોને સુપરમૉડલ ગિગી હદીદનો જૂનો લુક યાદ આવી ગયો. ગિગીએ ૨૦૨૩માં ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી આવી જ સાડી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમનીમાં પહેરી હતી. એ સમયે ગિગી પહેલી વાર ભારત આવી હતી અને પોતાના લુકથી તેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે જ્યારે ઉર્વશીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ આ જ લુક અપનાવતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરીનો અનોખો અંદાજ

અદિતિ રાવ હૈદરી ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શનિવારે નીઓન ગ્રીન હાઈ સ્લિટ ગાઉનમાં અનોખા અંદાજમાં જોવા મળી હતી. આ સમયે અદિતિએ નીઓન ગ્રીન સિલ્ક જ્યૉર્જેટ ડ્રેપ્ડ ગાઉન પહેર્યું હતું. આ મોનોક્રોમેટિક નીઓન ગ્રીન ગાઉનમાં અદિતિ ખૂબ જ મૉડર્ન અને એલિગન્ટ લાગી રહી હતી. આ ગાઉનમાં હાઈ સ્લિટ કટ આપવામાં આવ્યો હતો, જે તેના લુકમાં બોલ્ડનેસ અને ગ્લૅમર ઉમેરતો હતો. આ સાથે ગાઉનની પાછળ જોડાયેલી લાંબી કેપ રૉયલ અને ડ્રામેટિક ઇફેક્ટ આપી રહી હતી.

હુમા કુરેશીનો બ્લૅક ગાઉન લુક ચર્ચામાં

હુમા કુરેશીનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો લેટેસ્ટ લુક ચર્ચામાં છે જેમાં તે ગજબની સુંદર લાગી રહી છે. આ નવા લુકમાં હુમા એક શાનદાર બ્લૅક ગાઉનમાં સ્ટાઇલિશ પોઝ આપી રહી છે. આ બ્લૅક ગાઉન સાથે હુમાએ પોતાના આ લુકને સ્ટેટમેન્ટ ડાયમંડ જ્વેલરી સાથે સ્ટાઇલ કર્યો છે. હુમાએ પોતાના આ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

cannes film festival urvashi rautela aditi rao hydari huma qureshi entertainment news bollywood bollywood news fashion news fashion