30 March, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાણી કપૂર, કૅટરિના કૈફ
બૉલીવુડ ઍક્ટ્રેસ વાણી કપૂર ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા નથી મળી. હાલમાં વાણીએ પોતાનો એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં એ તસવીર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. હકીકતમાં વાણી તેની આ તસવીરમાં બિલકુલ ઍક્ટ્રેસ કૅટરિના કૈફ જેવી લાગે છે. સોશ્યલ મીડિયામાં આ તસવીર જોઈને વાણીના અનેક ફૅન્સે પણ આવી જ કમેન્ટ કરી છે. આ પહેલાં પણ વાણી અને કૅટરિના વચ્ચે સમાનતા છે એવી ચર્ચા થઈ ચૂકી છે. ૨૦૨૨માં ‘શમશેરા’ના ટ્રેલર-રિલીઝ પછી લોકોએ તેના પાત્રની સરખામણી કૅટરિનાના ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ના પાત્ર સાથે કરી હતી. આ સમયે પ્રતિભાવ આપતાં વાણીએ કહ્યું હતું કે ‘કૅટરિના જબરદસ્ત ડાન્સર અને ઍક્ટર છે. જો તમારી મારી સરખામણી કરવી જ હોય તો તેની સુંદરતા સાથે કરો. હું એનાથી બહુ ખુશ થઈશ.’