16 October, 2025 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન
‘નો એન્ટ્રી 2’ મુસીબતમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન કપૂર, દિલજિત દોસાંઝ અને વરુણ ધવનને સાઇન કરવામાં આવ્યા હતા. જોકે થોડા દિવસ પહેલાં દિલજિત દોસાંઝે ‘નો એન્ટ્રી 2’ છોડી દીધી અને હવે રિપોર્ટ છે કે વરુણ ધવને પણ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે વરુણ ધવને પોતાની ડેટ્સ ‘ભેડિયા 2’ માટે લૉક કરી દીધી છે એટલે હવે તે આવતા વર્ષે જૂન મહિનામાં ફ્રી થશે. આના કારણે ‘નો એન્ટ્રી 2’ વચ્ચે અટકી શકે છે. આ સંજોગોમાં મેકર્સે બે નવા અભિનેતાઓની શોધ શરૂ કરી દીધી છે જે ‘નો એન્ટ્રી 2’માં વરુણ ધવન અને દિલજિત દોસાંઝની જગ્યા લઈ શકે છે.