મમ્મી-પપ્પા બન્યા પછી પહેલી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં કૅટરિના કૈફ અને વિકી કૌશલ

05 May, 2026 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં બન્ને ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં

કૅટરિના કૈફ અને વિકી કૌશલ

કૅટરિના કૈફ અને વિકી કૌશલ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરા વિહાન કૌશલના પેરન્ટ્સ બન્યાં છે. વિહાનના જન્મ પછી વિકી ઘણી વખત જાહેરમાં જોવા મળ્યો પણ કૅટરિના મમ્મી બન્યા પછી લાઇમલાઇટથી દૂર રહીને પોતાનો સમય પરિવાર સાથે વિતાવી રહી હતી. હવે દીકરાના જન્મના મહિનાઓ બાદ આ કપલ પહેલી વખત સાથે જોવા મળ્યું છે. હાલમાં બન્ને ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં અને તેમણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. આ સમયે બન્નેએ બ્લૅક આઉટફિટમાં ટ્વિનિંગ પણ કર્યું હતું.

katrina kaif vicky kaushal mumbai airport entertainment news bollywood bollywood news