10 January, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલ અને કૅટરિના કૈફ ૭ નવેમ્બરે દીકરા વિહાન કૌશલના પેરન્ટ્સ બન્યાં છે. દીકરાના જન્મ પછી તેમના જીવનમાં ઘણા ફેરફાર થયા છે. હાલમાં વિકીએ એક ઇન્ટરવ્યુમાં તેના જીવનમાં પપ્પા બન્યા પછી આવેલા ફેરફાર વિશે વાત કરતાં કહ્યું હતું કે હવે મને ફોન ખોવાઈ જવાનો બહુ ડર લાગે છે.
પોતાના ઇન્ટરવ્યુમાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘હું હવે ધીમે-ધીમે પિતા બનવાનો અર્થ સમજી રહ્યો છું. આ એક જાદુઈ અનુભવ છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આ અમૂલ્ય અનુભવ છે. દીકરાના જન્મ બાદ મારી જિંદગીમાં ઘણા ફેરફાર આવ્યા છે. હવે મને સમય બહુ કીમતી લાગે છે. હવે જીવનનું બૅલૅન્સ બદલાઈ ગયું છે. હવે હંમેશાં એવું લાગે છે કે કોઈક મને બોલાવી રહ્યું છે. પહેલાં હું ફોનની ખાસ ચિંતા નહોતો કરતો, પણ હવે મારા મોબાઇલમાં દીકરાના એટલા બધા ફોટો અને વિડિયો છે કે મને ફોન ખોવાઈ જવાનો ડર સૌથી વધારે સતાવે છે.’