‘લવર્સ’ બનશે વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી

22 September, 2021 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ દ્વારા શિર્ષા ગુહા ઠાકુર્તા ડિરેક્શનમાં ઝંપલાવી રહી છે

વિદ્યા બાલન, પ્રતીક ગાંધી

વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની આગામી ફિલ્મનું નામ ‘લવર્સ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા શિર્ષા ગુહા ઠાકુર્તા ડિરેક્શનમાં ઝંપલાવી રહી છે. આ ફિલ્મનું નામ ‘લવર્સ’ છે અને એનું બહુ જલદી શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં પિતૃપ્રધાન જે પણ ધોરણો છે એના પર સવાલ ઉઠાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને તામિલનાડુના કુનૂરમાં કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. વિદ્યા હાલમાં શેફાલી શાહ સાથેની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પ્રતીકની ‘ભવાઈ’ પહેલી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

entertainment news bollywood bollywood news upcoming movie Pratik Gandhi vidya balan