03 January, 2026 08:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલને સાદગીથી સેલિબ્રેટ કરી ૪૭મી વર્ષગાંઠ
નવા વર્ષની પહેલી તારીખે વિદ્યા બાલનની ૪૭મી વર્ષગાંઠ હતી. વિદ્યાએ આ દિવસ માત્ર પરિવારજનો સાથે ખાસ અંદાજમાં ઊજવ્યો હતો. એ દિવસે વિદ્યાએ કોઈ મોટી પાર્ટી રાખીને સેલિબ્રિટીઓ સાથે સેલિબ્રેશન કરવાને બદલે માત્ર ફોટોગ્રાફર્સ સાથે કેક કટ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કેક-કટિંગ દરમ્યાન ખુશખુશાલ લાગતી વિદ્યાએ બ્લૅક આઉટફિટ પહેર્યું હતું અને એમાં તે ઘણી સુંદર દેખાતી હતી. કેક કાપતી વખતે તાળીઓ અને શુભેચ્છાઓ વચ્ચે વિદ્યાએ દરેકનો દિલથી આભાર માન્યો હતો અને ફોટોગ્રાફ્સ માટે ખુલ્લા દિલથી પોઝ આપ્યા હતા. આ સેલિબ્રેશન વખતે વિદ્યા સાથે તેની બહેન પ્રિયાનાં બાળકો પણ હતાં.