બે દિવસમાં ‘વિક્રમ વેધા’એ કર્યું ૨૩.૦૯ કરોડનું કલેક્શન

03 October, 2022 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ તામિલની ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેક છે

હૃતિક રોશન

શુક્રવારે રિલીઝ થયેલી ‘વિક્રમ વેધા’એ બે દિવસમાં ૨૩.૦૯ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે લીડ રોલમાં છે. આ ફિલ્મને પુષ્કર અને ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. તો ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે એને પ્રોડ્યુસ કરી છે. , . આ ઍક્શન-થ્રિલરમાં અનેક ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ છે. જોકે નવરાત્રિ હોવાથી ફિલ્મના કલેક્શન પર થોડી અસર પડી છે. વીક-એન્ડમાં આ ફિલ્મના કલેક્શન પર કદાચ વધારો થાય એવી શક્યતા છે. શુક્રવારે આ ફિલ્મે ૧૦.૫૮ કરોડ અને શનિવારે ૧૨.૫૧ કરોડની સાથે કુલ ૨૩.૦૯ કરોડનો વકરો કરી લીધો છે

bollywood news bollywood gossips bollywood box office hrithik roshan saif ali khan