હનુમાન અંશના બીજા ભાગમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની એન્ટ્રી થાય એવા ચાન્સ

11 September, 2026 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાર્તાનો બીજો અધ્યાય કૈંચી ધામ અને એની સાથે જોડાયેલાં આધ્યાત્મિક પાસાં પર આગળ વધશે

હનુમાન અંશના બીજા ભાગમાં થશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની એન્ટ્રી?

ફિલ્મ ‘હનુમાન અંશ’ના બીજા ભાગ ‌વિશેના પોતાના પ્લાનિંગ વિશે વાત કરતાં પ્રોડ્યુસર નમ્રતા સિંહે કહ્યું હતું કે ‘‘હનુમાન અંશ’ બનાવતી વખતે જ ટીમના મનમાં એની સંપૂર્ણ ‌‌ટ્રિલજીનો ‌વિચાર હતો એટલે કે ફિલ્મની વાર્તાને ત્રણ અલગ-અલગ ભાગમાં દર્શકો સુધી પહોંચાડવાની તૈયારી પહેલેથી જ કરવામાં આવી હતી. પહેલા ભાગમાં મહારાજજીના જીવનનાં શરૂઆતનાં વર્ષો અને તેઓ કૈંચી ધામ પહોંચ્યા ત્યાં સુધીની યાત્રાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ત્યાર બાદ વાર્તાનો બીજો અધ્યાય કૈંચી ધામ અને એની સાથે જોડાયેલાં આધ્યાત્મિક પાસાં પર આગળ વધશે. આ પછી ત્રીજી ફિલ્મનો વ્યાપ ભારતની બહાર સુધી જશે અને નીમ કરોલી બાબાના આંતરરાષ્ટ્રીય પ્રભાવની કથા રજૂ કરવામાં આવશે.’

નીમ કરોલી બાબાનો પ્રભાવ માત્ર સામાન્ય શ્રદ્ધાળુઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ પણ તેમની સાથે જોડાણ ધરાવે છે. તેમના અનુયાયીઓમાં હૉલીવુડ સ્ટાર જુલિયા રૉબર્ટ્‍સ ઉપરાંત વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવાં નામ પણ સામેલ છે. આ સંજોગોમાં ચર્ચા છે કે ફિલ્મના બીજા ભાગમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોવા મળી શકે છે. 

virat kohli anushka sharma upcoming movie entertainment news bollywood bollywood news