પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

23 July, 2026 03:33 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા. ખુલ્લા પગે દર્શન કરવા આવેલા કપલનો સાદગીભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. બંનેએ ફેસ માસ્ક પહેર્યા હતા અને વિરાટના કપાળ પર તિલક પણ જોવા મળ્યું.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ગણતરી પાવર કપલ તરીકે થાય છે. ગઈ કાલે બન્ને વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. આ સમયે તેમના સાદગીભર્યા અંદાજે બધાનું ધ્યાન ખેંચ્યું છે. અનુષ્કા અને વિરાટના વાઇરલ થયેલા વિડિયોમાં બન્ને ખુલ્લા પગે જોવામાં આવ્યાં હતાં. અનુષ્કા અને વિરાટ હાલ લંડનમાં રહે છે, છતાં તેઓ વારંવાર વૃંદાવન જઈને પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરે છે. આ કપલે તેમની પાસેથી ગુરુદીક્ષા પણ લીધી છે અને ત્યારથી ઘણી વાર તેમના ગળામાં તુલસીની કંઠી માળા જોવા મળી છે. 
અનુષ્કાએ માથા પર મૅચિંગ દુપટ્ટો ઓઢીને ચહેરા પર માસ્ક પહેર્યો હતો. આ મુલાકાત પછી વિરાટ કોહલી બ્રાઉન શર્ટ અને ક્રીમ રંગનો પાયજામો પહેરેલો જોવા મળ્યો હતો. તેણે પણ ફેસ-માસ્ક પહેર્યો હતો અને તેના કપાળ પર તિલક પણ જોવા મળ્યું હતું.

virat kohli anushka sharma virat anushka premanand ji maharaj vrindavan viral videos entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood