રણવીરની ‘સર્કસ’માં દેખાશે અજય દેવગન?

16 September, 2021 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણની સાથે તે પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે

રણવીરની ‘સર્કસ’માં દેખાશે અજય દેવગન?

રણવીર સિંહની ‘સર્કસ’માં દીપિકા પાદુકોણની સાથે અજય દેવગન પણ નાનકડી ભૂમિકા ભજવશે. રોહિત શેટ્ટીની કૉમેડી ફિલ્મ ‘સર્કસ’માં રણવીર ડબલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રોહિતની ‘ચેન્નઇ એક્સપ્રેસ’માં કામ કરનાર દીપિકા નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી વાત ચાલી હતી. જોકે હવે આ ફિલ્મમાં રોહિતનો બાળપણનો ફ્રેન્ડ અજય દેવગન પણ જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મનું આગામી શેડ્યુલ ઊટીમાં રાખવામાં આવશે. બે મહિના બાદ એનું પ્લાનિંગ છે. આ ગીતને રોહિત ખૂબ જ ગ્રૅન્ડ લેવલ પર શૂટ કરવા માગે છે અને એમાં તેના લકી ચાર્મ અજયનો પણ સમાવેશ કરવા માગે છે. અજય દેવગનની પાસે તારીખ ન હોવાથી એને નવેમ્બરમાં શૂટ કરવાનું પ્લાનિંગ છે. જો અજયને ત્યારે પણ સમય ન મળ્યો તો આ પ્લાન પડતો મૂકવામાં આવી શકે છે, પરંતુ જો તેને સમય મળી ગયો તો ગીતમાં તે જોવા મળશે.

ranveer singh ajay devgn entertainment news bollywood news bollywood bollywood gossips