સલમાનની બૅટલ ઑફ ગલવાનમાં જોવા મળશે અમિતાભ બચ્ચન?

30 October, 2025 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’માં આર્મી-ઑફિસરની ભૂમિકામાં દેખાશે

ફોટો શૅર કરીને તેણે કૅપ્શન લખી છે, ‘લેજન્ડ, સેટ પર. વિચારો તેઓ મને શું કહેતા હશે.’

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’માં આર્મી-ઑફિસરની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યો છે. હાલમાં અપૂર્વ લાખિયાએ એક પોસ્ટ કરી છે જેના પરથી એવા સંકેત મળે છે કે સલમાનની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળી શકે છે.

અપૂર્વ લાખિયાએ તેના સોશ્યલ મીડિયામાં અમિતાભ બચ્ચન સાથે એક ફોટો શૅર કર્યો છે જેમાં અમિતાભ કંઈક કહેતા હોય અને અપૂર્વ તેમને સાંભળે છે એવું જોવા મળે છે. ફોટો શૅર કરીને તેણે કૅપ્શન લખી છે, ‘લેજન્ડ, સેટ પર. વિચારો તેઓ મને શું કહેતા હશે.’

જોકે તેની પોસ્ટમાં અપૂર્વ લાખિયાએ ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું નામ નથી લખ્યું એટલે આ ચર્ચાને સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું.

Salman Khan amitabh bachchan upcoming movie social media entertainment news bollywood buzz bollywood gossips bollywood