27 August, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ નવીન કુમાર ગૌડા
યશની ફિલ્મ ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ આખરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં યશે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને દર્શકોને ખાસ વિનંતી કરી છે જે હવે ચર્ચામાં છે.
યશે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક ફ્રેમ, દરેક સીન અને દરેક નિર્ણય સાથે અમે આ દુનિયા બનાવી છે. આ એક એવો અનુભવ છે જે મોટા પડદા પર સૌ સાથે માણવા માટે સર્જાયો છે. દરેક ટેક્નિશ્યન, કલાકાર અને કસબીની ઇચ્છા છે કે દરેક દર્શકને એ જ અનુભવ મળે, જેના માટે અમે આ ફિલ્મ બનાવી છે. આ અનુભવ બીજા લોકો માટે પણ એવો જ રહેવા દો જેવો હોવો જોઈએ. થિયેટરમાં ફિલ્મ જોતી વખતે કોઈ સીન રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરશો નહીં અને બીજાને ફિલ્મની વાર્તા કે સ્પૉઇલર્સ જણાવશો નહીં. બીજા દર્શકને પણ ટૉક્સિકની દુનિયાનો આનંદ એ જ રીતે માણવા દો જે રીતે તમે માણ્યો છે.’