15 August, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગુરુવારે મ્યુઝિક-લૉન્ચની ઇવેન્ટમાં ફિલ્મના હીરો ઉપરાંત ત્રણ હિરોઇનો ઉપસ્થિત હતી.
કન્નડા સિનેમાના સુપરસ્ટાર યશે તાજેતરમાં જણાવ્યું હતું કે મારી આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોનઅપ્સ’ના શૂટિંગ દરમ્યાન મેં મારી સહકલાકાર કિઆરા અડવાણીની સગર્ભાવસ્થા વખતે ખૂબ જ કાળજી લીધી હતી. મુંબઈમાં ગુરુવારે રાત્રે યોજાયેલા ફિલ્મના ઑડિયો-લૉન્ચ પ્રોગ્રામમાં યશે કિઆરાના વ્યાવસાયિક અભિગમ અને સમર્પણની ભારે પ્રશંસા કરી હતી.
યશે કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે ‘કિઆરા અત્યંત સમર્પિત કલાકાર છે. તે આ ફિલ્મ સાથે જોડાઈ ત્યારે મને થોડી ચિંતા હતી, કારણ કે આ રોલ ખૂબ જ પડકારજનક હતો. જોકે જે રીતે તેણે પોતાને આ પાત્રમાં ઢાળી દીધી એ અદ્ભુત છે. ગર્ભવતી હોવા છતાં તે ૧૦૦ ટકા કમિટમેન્ટ સાથે શૂટિંગ માટે આવતી હતી. હું અને ફિલ્મનાં ડિરેક્ટર ગીતુ મોહનદાસ તેના કરતાં પણ વધુ ચિંતિત રહેતાં હતાં. અમે સેટ પર તેના માટે બૉડીગાર્ડ કે બાઉન્સરની જેમ ઊભાં રહેતાં હતાં અને તેની ખાસ સંભાળ રાખતાં હતાં. આટલા સમર્પણ બદલ હું કિઆરાનો આભાર માનું છું.’