10 August, 2026 07:50 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
યશ અને રાધિકા
‘KGF’માં રૉકીભાઈ બનીને આખા ભારતમાં જાણીતા થઈ ગયેલા કન્નડા ફિલ્મોના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’નું ટ્રેલર આખરે શનિવારે રાત્રે બૅન્ગલોરમાં લૉન્ચ થયું. આ ફિલ્મમાં યશની સાથે પાંચ-પાંચ હિરોઇનો છે જેમાંની ૩ તો બૉલીવુડની છે. કિઆરા અડવાણી, તારા સુતરિયા અને હુમા કુરેશી ઉપરાંત સાઉથની નયનતારા અને રુક્મિણી વસંત આ ફિલ્મમાં છે. ટ્રેલર-લૉન્ચમાં આ પાંચેય બ્યુટીઓ તેમના ગ્લૅમરસ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ગીતુ મોહનદાસ નામની એક મહિલા ડિરેક્ટરે કર્યું છે. ફિલ્મને એકસાથે કન્નડા અને ઇંગ્લિશમાં શૂટ કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મો માટે કુલ ૨૦૦ દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
શનિવારે રાત્રે બૅન્ગલોરમાં યોજાયેલી ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં પત્ની રાધિકા સાથે યશ તથા કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, નયનતારા અને રુક્મિણી વસંત