યશની ટૉક્સિકના ટ્રેલરનું ૮ ઑગસ્ટે બૅન્ગલોરમાં ભવ્ય લૉન્ચિંગ

22 July, 2026 11:30 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટૉક્સિક’નું ટ્રેલર ૮ ઑગસ્ટે બૅન્ગલોરમાં ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ થવાની ચર્ચા છે. ૨૬ ઑગસ્ટે રિલીઝ થનારી આ ઍક્શન થ્રિલર વિશે નિર્માતાઓએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

ટોક્સિક મૂવી પોસ્ટર

યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’નું પ્રમોશન મોટા પાયે થવાનું છે. રિપોર્ટ મુજબ ફિલ્મના નિર્માતાઓ એના ભવ્ય ટ્રેલર-લૉન્ચની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૬ ઑગસ્ટે વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને ચર્ચા છે કે એનું ટ્રેલર ૮ ઑગસ્ટે બૅન્ગલોરમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.
જોકે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ ફિલ્મની રિલીઝ પહેલાં આ કાર્યક્રમ પ્રમોશનનો સૌથી મહત્ત્વનો તબક્કો માનવામાં આવી રહ્યો છે.
ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી ‘ટૉક્સિક’ એક ઍક્શન થ્રિલર ફિલ્મ છે અને પિતા-પુત્રના સંબંધ પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે નિર્માતાઓએ ફિલ્મની વાર્તા વિશે હજુ પણ સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખી છે.

yash naveen kumar gowda kiara advani Tara Sutaria nayanthara huma qureshi toxic upcoming movie latest trailers latest films indian films indian cinema entertainment news bollywood bollywood buzz bollywood events bollywood controversies bollywood gossips bengaluru trailer launch