06 March, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન
૭૦-૮૦ના દાયકાની સુપરસ્ટાર ઝીનત અમાનની ગણતરી ફૅશનેબલ ઍક્ટ્રેસ તરીકે થાય છે. હાલમાં ઝીનતે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેના કબાટમાં વર્ષો જૂનાં કપડાં આજે પણ છે અને એ તેના માટે ખાસ છે.
ઝીનતે પોતાની આ પોસ્ટમાં લખ્યું છે, ‘આજે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ અને જૂનાં કપડાં મારા માટે ‘ખાસ છે. સારાં કપડાં પહેલાં પહેરાઈ ગયાં છે માત્ર એ કારણોસર ફેંકી દેવાની વાત મને ક્યારેય સમજાઈ નથી. મને કપડાં રિપીટ કરવાનો ખૂબ શોખ છે. ગયા વર્ષે મેં એક બ્રૅન્ડના કપડા માટે શૂટ કર્યું હતું અને હવે એને ફૉર્મલ ઇવેન્ટ્સમાં ફરીથી પહેરી રહી છું. સ્પ્રિંગ ક્લીનિંગ વખતે મારા કબાટમાંથી ઘણાં એવાં કપડાં મળ્યાં જે પચીસ વર્ષથી પણ વધુ જૂનાં છે.’