પ્રથમ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી - ધ વોરિયર ક્વીન`, અભિનેત્રી ખુશી શાહે ટિઝર કર્યુ શેર

01 August, 2021 01:59 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં અભિનેત્રીએ તેની આગામી બહુભાષી ફિલ્મ `નાયિકા દેવી - ધ વોરિયર ક્વીન` નું ટીઝર શેર કર્યું હતું. જેમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ નાયિકા દેવી - ધ વોરિયર ક્વીનનું પોસ્ટર

વર્સેટિલિટી ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી ખુશી શાહ પોતાની ભૂમિકાઓ માટે  લોકપ્રિય છે, જેની એક્ટિંગ ચાહકો પર કાયમી અસર છોડી જાય છે. તેની પહેલી ફિલ્મમાં ભૂતનું પાત્ર ભજવવાથી લઈને  બળાત્કારનો ભાગ બનેલી યુવતીનું પાત્ર ભજવનાર અભિનેત્રી હવે ફાઈટર ક્વીન તરીકેની ભૂમિકામાં જોવા મળશે. ખુશી શાહ પોતાની આવડત અને કૌશલ્યથી અલગ અલગ પાત્ર ભજવી રહી છે.  

તાજેતરમાં અભિનેત્રીએ તેની આગામી બહુભાષી ફિલ્મ `નાયિકા દેવી - ધ વોરિયર ક્વીન` નું ટીઝર શેર કર્યું હતું. જેમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકામાં છે. ભારતના ઇતિહાસ પર આધારિત આ ફિલ્મમાં રાહુલ દેવ, મનોજ જોશી, બિંદા રાવલ, જયેશ મોરે, ચેતન દહિયા, મમતા સોનિયા, ચિરાગ જાની સહિત અન્ય કલાકારો છે.

 નાયિકા દેવી ગુજરાતના પ્રથમ એવા એક મહારાણી  હતાં જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં હરાવ્યો હતો. તેમણે 12મી સદીમાં યુદ્ધ કર્યુ હતું અને તેઓ લડ્યા હતાં. ગુજરાતની ચાલુક્ય રાણી કે જેમણે વર્ષો સુધી પાટણ પર શાસન કર્યું એટલું જ નહીં પણ મહાન મોહમ્મદ ઘોરીને 1178 માં યુદ્ધના મેદાનમાં ઉથલાવી દીધો હતો. ઉમેશ શર્મા દ્વારા નિર્મિત અને અત્રિ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનાવવામાં આવેલી આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ પિરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને નીતિન જી દ્વારા ડિરેક્ટ કરવામાં  આવી છે.  જ્યારે પાર્થ ઠક્કર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. 

પોતાની ઐતિહાસિક ફિલ્મ વિશે વાત કરતાં ખુશી શાહ જણાવે છે,  `મોહમ્મદ ઘોરી, પૃથ્વીરાજ ચૌહાણ અને ઝાંસીની રાણી વિશે તમામ લોકો જાણે છે. પણ ગુજરાતના એક નાયિકા દેવી અંગે લોકોને ખ્યાલ નથી. જેમણે 12મી સદીમાં યુદ્ધ કર્યુ હતું.  તેથી હું લોકોને એમના વિશે જણાવવા માગુ છું કે આપણા ગુજરાતના પણ એક એવા મહારાણી હતાં જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં હરાવ્યો હતો.`

 ફિલ્મ અંગે વધુ વાત ન કરતાં ખુશીએ જણાવ્યું કે આ ફિલ્મ વર્ષ 2022ની શરૂઆતમાં દર્શકો સમંક્ષ રજૂ કરવામાં આવશે. ખુશી પોતાની તૈયારી અંગે કહ્યું કે  મણિકર્ણિકા ફિલ્મ માટે કંગના રનૌત જેમની પાસેથી તલવારબાજી અને ભાલો ચલાવતા શીખી તેમના પાસેથી હું પણ તલવારબાજી અને ભાલાની ટ્રેનિંગ લઈ રહી છું. આ ઉપરાંત ખુશી ઘોડેસવારી પણ શીખી રહી છે.   

entertainment news gujarat dhollywood news