‘આવવા દે’નું ટીઝર રિલીઝ: પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની દિલસ્પર્શી પ્રેમકથા

05 November, 2025 10:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Aavaa De Teaser Release: ગુજરાતી ફિલ્મ `આવવા દે` નું ટીઝર આજે રિલીઝ થયું છે અને તેની પહેલી ઝલક હૃદયસ્પર્શી છે. નિહાર ઠક્કર દ્વારા દિગ્દર્શિત, આ અર્બન મ્યુઝિકલ ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય ભૂમિકામાં છે.

‘આવવા દે’નું ટીઝર રિલીઝ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ગુજરાતી ફિલ્મ `આવવા દે` નું ટીઝર આજે રિલીઝ થયું છે અને તેની પહેલી ઝલક હૃદયસ્પર્શી છે. નિહાર ઠક્કર દ્વારા દિગ્દર્શિત, આ અર્બન મ્યુઝિકલ ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય ભૂમિકામાં છે. બંને એક એવી પ્રેમકથા લઈને આવ્યા છે જેમાં લાગણીઓ છે, સંગીત છે અને જીવનનું સત્ય છે. મ્યુઝિકલ ફિલ્મ `આવવા દે` 28 નવેમ્બરે રિલીઝ થશે. પરિક્ષિત અને કુંપલ ઉપરાંત, ફિલ્મમાં હેમંત ખેર, સોનાલી દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને અન્ય કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

ટીઝરની શરૂઆત જૈમિન પંચમતિયા (પરીક્ષિત તમાલિયા)થી થાય છે, એક રંગીન મિજાજનો સિંગર, જે અનેક યુવતીઓ સાથે ફ્લર્ટ કરતો હોય છે, પરંતુ પોતાના મ્યુઝિક અને આઝાદી પ્રત્યે ખૂબ જ પેશનટ છે. બીજી તરફ છે જાનવી દેસાઇ (કુંપલ પટેલ), ગાંધીનગરથી એમબીએ કરેલી, સાદગી અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી. જૈમિનની દુનિયા જાનવીને મળતા જ બદલાય છે, અને ધીમે ધીમે પ્રેમની એ અનુભૂતિ જૈમિનના દિલને સ્પર્શી જાય છે.

When love finds you, you don’t stop it you say Aavaa De!” વાક્ય ફિલ્મના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કરતા, ફિલ્મ નિર્માતાઓએ લખ્યું, "પ્રેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગંગણી મોશન પિક્ચર્સ તમારા માટે સૌથી મોટી ગુજરાતી પ્રેમકથા લાવે છે - એક એવી વાર્તા, જે તમને હસાવશે, રડાવશે, ગીત ગવડાવશે અને પ્રેમને પહેલાં ક્યારેય ન ઉજવ્યો હોય તે રીતે ઉજવશે. શું તમે પ્રેમમાં પડવા તૈયાર છો? કારણ કે આ વખતે પ્રેમ ગુજરાતીમાં વાત કરે છે- સાચો, વાસ્તવિક અને ક્યારેય ન ભૂલાય એવો. `આવવા દે` એક ખાટી-મીઠી પ્રેમ કહાણી, તમારા દિલ જીતવા માટે 28 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે!`

સંગીતમય વાતાવરણ પણ ખાસ છે, દર્શન ઝવેરીએ સંગીત આપ્યું છે જ્યારે જીગરદન ગઢવીગીતોને પોતાનો અનોખો અવાજ આપ્યો છે. આ ફિલ્મ જીતેન્દ્ર અને રમા જાની દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે, જ્યારે આ ફિલ્મ ગંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ગંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ અર્બન ગુજરાતી મ્યુઝિકલ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન નિહાર ઠક્કરે કર્યું છે. જ્યારે જીતેન્દ્ર જાની, રમા જાની ફિલ્મના સહ-નિર્માતા છે. દર્શન ઝવેરીએ ફિલ્મમાં સંગીત આપ્યું છે, જ્યારે જીગરદન ગઢવીએ ગીતો ગાયા છે. પરિક્ષિત અને કુંપલ ઉપરાંત, ફિલ્મમાં હેમંત ખેર, સોનાલી દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને અન્ય કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

મ્યુઝિકલ ફિલ્મ `આવવા દે` 28 નવેમ્બરે રિલીઝ થશે.

Kirtidan Gadhvi gujarati film review gujarati community news gujaratis of mumbai gujarati film latest trailers latest films upcoming movie dhollywood news trailer launch entertainment news