ઑલ ધ બેસ્ટ પંડ્યા હવે આવી ગઈ છે શેમારૂમી પર

27 June, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ દર્શાવે છે કે પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ કદાચ હંમેશાં શબ્દોમાં વ્યક્ત નથી થતો.

ગુજરાતી ફિલ્મ ‘ઑલ ધ બેસ્ટ પંડ્યા’

મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરિયાને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘ઑલ ધ બેસ્ટ પંડ્યા’ હવે શેમારૂમી પર આવી ગઈ છે. આ ફિલ્મ દર્શાવે છે કે પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ કદાચ હંમેશાં શબ્દોમાં વ્યક્ત નથી થતો.

‘ઑલ ધ બેસ્ટ પંડ્યા’ના કેન્દ્રમાં હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) જે એક સંસ્કારી અને સચોટ પિતા છે તથા તેમનો બેદરકાર પુત્ર અક્ષય (મલ્હાર ઠાકર) છે. તેમનો સંબંધ ચર્ચાઓથી ભરેલો છે, ગેરસમજોથી ઘેરાયેલો છે અને એવા ‘ટફ’ લવથી ભરેલો છે જે ઘણા પુત્રોએ પોતાના પિતામાં અનુભવેલો હોય છે. જોકે જ્યારે મુશ્કેલીમાં વાદળ ઘેરાય છે ત્યારે એ જ પુત્ર પિતાની ઇજ્જત માટે મક્કમ ઊભો રહી જાય છે. આ આખી વાર્તા એક કોર્ટરૂમ કૉમેડી તરફ લઈ sheજાય છે; જ્યાં વિનોદ, લાગણીઓ અને પરિવારનો સબળ સંબંધ જોવા મળે છે.

Malhar Thakar darshan jariwala dhollywood news entertainment news