ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડાએ પેટ્રોલ-ડિઝલના ભાવ પર એવી ફિરકી લીધી કે લોકો પેટ પકડીને હસી પડ્યાં

24 October, 2021 04:39 PM IST  |  Mumbai | Karan Negandhi

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે.

અરવિંદ વેગડા

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે ભાઈ-ભાઈ ફેમ ગુજરાતી ગાયક અરવિંદ વેગડા (Arvind Vegda)એ પણ પોતાના અંદાજમાં આ બાબતે રમૂજી વીડિયો શેર કર્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં લોકો કઈ રીતે ગાડી છોડીને સાયકલ તરફ વળી રહ્યા છે, તેની રજૂઆત બે ગીત દ્વારા હાસ્યાસ્પદ રીતે કરી છે. ‘લોંગ ડ્રાઈવ પે ચલ’થી લઈને ‘સાયકલ સાયકલ’ની આ સફરની મોજ તમે પણ માણો.

જોકે, પેટ્રોલ-ડિઝલના આવા તોતિંગ ભાવ છતાં કેટલાક લોકો એવા છે, જેને પેટ્રોલ-ડિઝલના ભાવ ૫૦૦ રૂપિયા પહોંચી જાય તો પણ કદાચ ફરક નહીં પડે. તમે પણ ચોંકી ગયાને કે આવું તે કોણ છે? તો તેનો અરવિંદ વેગડાએ આપ્યો છે. જુઓ વીડિયો.

આ બાબતે વાત કરતાં અરવિંદ વેગડાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “પેટ્રોલ-ડિઝલ જીવન જરૂરી વસ્તુ છે અને દરેક વ્યવસાયમાં પરિવહન ખૂબ જ જરૂરી છે. તેથી પેટ્રોલ-ડિઝલના ભાવની અસર દરેક વસ્તુ પર જોવા મળે છે. જેને કારણે દરેકને તકલીફ તો પડવાની જ છે.”

entertainment news dhollywood news