03 July, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનું પોસ્ટર
દિગ્દર્શક વિરલ શાહ (Viral Shah) અને અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh)ની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા થોડાક સમયમાં ઘણી કમાલ કરી છે. ગોળકેરી (Golkeri) અને કચ્છ એક્સપ્રેસ (Kutch Express) જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી આ બેલડીએ આ વર્ષના મે મહિનામાં નવી ફિલ્મ ‘મહારાણી’ (Maharani)ની જાહેરાત કરી હતી અને ત્યારથી જ લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સામાજિક-કોમેડી ફિલ્મ ‘મહારાણી’નું ટીઝર (Maharani Teaser) આજે જ રિલીઝ થયું છે અને ફેન્સને ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યાં છે.
બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નું ટીઝર રિલીઝ થયું છે. જાણીતા લેખક રામ મોરી (Raam Mori) અને લેખક-અભિનેતા હાર્દિક સાંગાણી (Hardik Sangani) દ્વારા લિખિત આ ફિલ્મનું દિગ્દર્શન વિરલ શાહનું છે. જેમાં માનસી પારેખની સાથે મુખ્ય ભુમિકામાં શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar), ઓજસ રાવલ (Ojas Rawal) અને સંજય ગોરડિયા (Sanjay Goradia) છે.
આજે ‘મહારાણી’નું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા જ કરવામાં આવી હતી અને ગુજરાતી દર્શકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો. ‘મહારાણી’નું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ સામાજિક કોમેડી ડ્રામા છે.
અહીં જુઓ ટિઝરઃ
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત `મહારાણી`નુ પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ છે. તેમજ કો પ્રોડ્યૂસર્સ મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા છે.
‘મહારાણી’ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેના ઘરની કામવાળી બાઈ વચ્ચેના સંબંધને રસપ્રદ રીતે દર્શાવે છે. આ ફિલ્મ એક સોફ્ટ કોમેડી છે. જે એક ઘરની સહાયકની વાર્તા છે જેને ઘરની "રાણી"ની તુલનામાં ગણવામાં આવે છે. આ ફિલ્મ સહ-નિર્ભરતા અને રોજિંદા જીવનમાં થતા સહજ હાસ્યથી ભરેલી છે.
ફિલ્મ ‘મહારાણી’માં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા બધા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખૂબ જ સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વાર્તા રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે.
ફિલ્મ કોમેડી શૈલીને લઈને સમાજની એક એવી વાર્તા જેના પર મોટો ભાગે લોકોનું ધ્યાન નથી જતું તેને અલગ રીતે રજુ કરવામાં આવી છે.