02 December, 2025 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આવવા દે
લેખક-દિગ્દર્શક નિહાર ઠક્કર અને જાણીતા પ્રોડ્યુસર અને ગીતકાર જસવંત ગંગાણીના ગંગાણી પ્રોડકશન હેઠળ 28 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ `આવવા દે` દર્શકોમાં મનમાં ખાસ જગ્યા બનાવી રહી છે. ફિલ્મનું મ્યુઝિક, ગીતો હોય કે પછી પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની જોડીએ દર્શકો પર તેમની છાપ છોડી છે. આ ઢોલિવૂડ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ટીમે ખાસ આ ગુજરાતી મ્યૂઝિકલ-ડ્રામા ફિલ્મ વિશે વાતચીત કરી હતી. તો ચાલો જાણીએ આ કલાકારો એ શું કહ્યું?
`આવવા દે`ના મુખ્ય કલાકાર પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલે તેમની આ લવ સ્ટોરી બાકી ફિલ્મોની પ્રેમ કથાઓથી કેમ જુદી છે તે અંગે જણાવ્યું. પરીક્ષિતે કહ્યું “લવ સ્ટોરી એક એવી શૈલી છે જે શૅક્સપિયરના સમયથી ચાલી રહી છે અને તે લોકોને ખૂબ જ ગમે છે, જેથી તેમાં મ્યુઝિક અને લાગણીઓ ઉમેરીઓ તો લોકોને વધુ પસંદ પડે. ફિલ્મના ગીતો અને વાર્તા જેમ જેમ આગળ વધે છે ત્યારે ફિલ્મના દરેક પાત્રમાં એક નવી ડેવલપમેન્ટ જોવ મળે છે. ફિલ્મમાં પરીક્ષિત અને કુંપલ વચ્ચેની કેમેસ્ટ્રીએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જેથી લવ સ્ટોરીવાળી ફિલ્મોમાં બન્ને પાત્રો વચ્ચેના બોન્ડિંગ વધુ સરસ રીતે રજૂ કરવા ડાન્સ અને કેટલીક પ્રેક્ટિસ પણ બન્નેએ કરી હતી. કુંપલની ‘આવવા દે` ડેબ્યૂ ફિલ્મ છે. જેથી આ ફિલ્મ માટે બધી રીતે મહેનત કરવી જ છે એવું કુંપલે નક્કી કરી લીધું હતું.
ફિલ્મના ડિરેક્ટર નિહાર ઠક્કરે ફિલ્મ બાબતે કેટલીક રસપ્રદ બાબતો જણાવી છે. આ ફિલ્મની વાર્તા પાછળ શું સ્ટ્રોરી છે, તેના પર બોલતા નિહારે કહ્યું “આજના યુવાનોમાં જે સ્વીકૃતિ અને વચનબદ્ધતાની જે સમસ્યા છે તે `આવવા દે`માં અમે એકદમ સરળ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. યુવાનો માટે કોઈ સલાહ કે સૂચન નહીં પણ માત્રને તેઓ માટે એક મનોરંજક ફિલ્મ આપી રહ્યા છે. જો જીવનમાં સમસ્યા હોય તો તેનાથી ગભરાઈ ન જતાં તેને ‘આવવા દે’ કહીં તેનો સામનો કરો અને જો પ્રેમથી બીક લાગે તો તે ભયને જાવા દે અને પ્રેમને ‘આવવા દે’ કહો.
અભિનેતા હેમંત ખેર આ ફિલ્મમાં જાનવી દેસાઈ (કુંપલ પટેલ)ના પિતાનો રોલ કરી રહ્યા છે તેમણે પણ ફિલ્મ રિલીઝ અને તેના અનુભવ વિશે પોતાની લાગણીઓ શૅર કરી. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં તેમને એક હીરોની જેમ ગીતો ગાવા અને ફાઇટ સીન કરવાનો મોકો મળ્યો. “જસવંત ગાંગાણી જેવા મોટા નામ સાથે કામ મારી મેં જાણ્યું કે તેઓ કેટલા સારા ગીતકાર છે, અને તેમની સાથે દર્શન ઝવેરીનું મ્યુઝિક અને ગીતો ફિલ્મને અનોખી બનાવે છે.
700 કરતાં પણ વધુ ગીત લખનાર તેમ જ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોમાં રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને ગીતકાર જસવંત ગાંગાણીએ ‘આવવા દે’માં પણ પ્રોડ્યુસર અને ક્રિએટર ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મ મેકિંગની કલા બતાવી છે. 40 વર્ષનો અનુભવ અને 25 કરતાં વધુ વર્ષથી ગાંગાણી પ્રોડક્શન હેઠળ ફિલ્મો બનાવનાર જસવંત ગાંગાણીએ પણ આ ફિલ્મ માટે પણ ગીત લખ્યા છે.