નામથી નહીં, કૅરૅક્ટર્સથી ઓળખાવા માગે છે પ્રતીક ગાંધી

25 October, 2021 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું અલગ-અલગ પાત્રોને એકસરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે. હું મારા કૅરૅક્ટર્સના નામે ઓળખાઉંલ, ના કે મારા નામથી.’

નામથી નહીં, કૅરૅક્ટર્સથી ઓળખાવા માગે છે પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીની ઇચ્છા છે કે લોકો તેને નામથી નહીં, પણ કૅરૅક્ટર્સથી ઓળખે. તેને વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા ઓળખાણ મળી છે. તેની હાલમાં જ ‘ભવાઈ’ રિલીઝ થઈ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તું કેવા પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા રાખે છે. એના જવાબમાં પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘એવી કોઈ ખાસ પ્રકારની ફિલ્મ નથી કે એના પર હું ધ્યાન આપવા માગું. મેં કરીઅર માટે કોઈ વિશેષ માર્ગ નક્કી નથી કર્યો. જોકે હું અલગ-અલગ પાત્રોને એકસરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે. હું મારા કૅરૅક્ટર્સના નામે ઓળખાઉંલ, ના કે મારા નામથી.’

dhollywood news Pratik Gandhi entertainment news