29 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને તેણે કરેલી પોસ્ટ
સલમાન ખાનને પોતાના જીવનની કેટલીક ભૂલો પર હવે પસ્તાવો થઈ રહ્યો હોય એમ લાગે છે. સલમાને શનિવારે સોશ્યલ મીડિયા પર પોતાનો એક ફોટો શૅર કર્યો હતો, જેની કૅપ્શનમાં તેણે એક લાંબી નોંધ લખીને જીવનમાં મળેલા એક પાઠ વિશે જણાવ્યું છે જે તેના પિતા સલીમ ખાને તાજેતરમાં તેને આપ્યો હતો.
સલમાને પોસ્ટમાં લખ્યું છે, ‘વર્તમાન તમારો ભૂતકાળ બની જાય છે, ભૂતકાળ તમારા ભવિષ્યને આંબી લે છે. વર્તમાન એક ભેટ છે, એની સાથે યોગ્ય વ્યવહાર કરો. વારંવાર થતી ભૂલો પહેલાં આદત બની જાય છે અને પછી તમારું વ્યક્તિત્વ. કોઈને દોષ ન આપો. કોઈ તમને એવું કંઈ કરવા માટે ફરજ પાડી શકે નહીં જે તમે કરવા નથી માગતા. મારા પિતાએ હમણાં જ મને આ કહ્યું. આ બિલકુલ સાચું છે. કાશ, મેં એ પહેલાં સાંભળ્યું હોત, પરંતુ જાગ્યા ત્યારથી સવાર.’