27 November, 2026 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત અને મોનિકા બેદી
એક સમય એવો હતો જ્યારે બૉલીવુડ પર અંડરવર્લ્ડનો મોટો પ્રભાવ હતો. આ સમયગાળા દરમ્યાન સંજય દત્તને પણ પોતાની સહકલાકાર સાથે કેવો વ્યવહાર કરવો એ વિશે અંડરવર્લ્ડ તરફથી ધમકી મળી હતી. જાણીતા પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ હાલમાં બૉલીવુડમાં અંડરવર્લ્ડની દખલગીરી વિશે વાત કરી હતી.
બૉલીવુડ પર અંડરવર્લ્ડના પ્રભાવ વિશે વાત કરતાં એસ. હુસૈન ઝૈદીએ જણાવ્યું હતું કે ‘એક સમયે અંડરવર્લ્ડનો પ્રભાવ ફિલ્મોના ડિરેક્ટર અને મુખ્ય કલાકારોની પસંદગી સુધી પહોંચી ગયો હતો. સંજય દત્ત, મોનિકા બેદી, ગોવિંદા અને ટ્વિન્કલ ખન્ના ‘જોડી નંબર વન’માં સાથે કામ કરી રહ્યાં હતાં. એ સમયે સંજયને ધમકી આપવામાં આવી હતી કે મોનિકા તેની ભાભી છે તેથી તેની સામે નજર પણ ઊંચી કરવાની નહીં, તેને અડવાનું નહીં અને તેની સાથે ડાન્સ પણ યોગ્ય રીતે કરવાનો. સંજયને એ વાત ખટકતી હતી કે ગોવિંદાની સામે ટ્વિન્કલ જેવી જાણીતી ઍક્ટ્રેસ છે, જ્યારે તેની સામે મોનિકા બેદી છે. જોકે આ ઘટનાથી સ્પષ્ટ થતું હતું કે અંડરવર્લ્ડની દખલગીરી કલાકારોની પસંદગી સુધી પહોંચી ગઈ હતી.’