વિરાજ ઘેલાણીએ મહાકુંભનો અનુભવ શૅર કરી જણાવ્યાં મોજશોખ અને મુસાફરી માટેના હૅક્સ

13 February, 2025 07:02 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

Viraj Ghelani visits Mahakumbh: વિરાજ ઘેલાણીએ મહાકુંભની મુલાકાત લીધી અને ભીડથી બચવા માટે મુસાફરી ટિપ્સ આપી. તેણે રોડ માર્ગને બદલે ટ્રેન અથવા ફ્લાઇટથી અહીં પહોંચવું અનુકૂળ ગણાવ્યું. સ્કૂટર અને બોટ ભાડે લઈને મહાકુંભની અનોખી સફર માણી.

વિરાજ ઘેલાણી પોહોંચ્યો મહાકુંભ

મહાકુંભ હાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા સ્થળોમાંથી એક છે. આ ભવ્ય આયોજનમાં લાખો લોકો ભાગ લઈ રહ્યાં છે, અને તેમાંથી એક વિરાજ ઘેલાણી પણ છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જાણીતા ઍક્ટર વિરાજ ઘેલાણીએ મહાકુંભની મુલાકાત લીધી હતી અને ત્યાં ફર્યા બાદ પોતાનો અનુભવ શૅર કર્યો અને ઉપયોગી ટિપ્સ પણ આપી.

‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મના અભિનેતા વિરાજ ઘેલાણીએ મહાકુંભ વિશે વાત કરતાં કહ્યું કે આ સ્થળ હાલમાં સૌથી વધુ એક્સાઇટિંગ છે. તેણે પ્રવાસીઓ માટે સલાહ આપતાં કહ્યું કે મહાકુંભ દરમિયાન ભારે ભીડ રહે છે, તેથી રોડમાર્ગ ટાળવો જોઈએ અને ટ્રેન અથવા ફ્લાઇટ મારફતે અહીં પહોંચવું જોઈએ. વિરાજે શૅર કર્યું કે તેણે મહાકુંભમાં અહીંની જ એક સ્થાનિક હૉટેલમાં રહેવાનું પસંદ કર્યું હતું. શહેરમાં ફરવા અને મહાકુંભના વિવિધ સ્થળોની મુલાકાત લેવા તેણે સ્કૂટર ભાડે લીધું હતું. આ ઉપરાંત, તેણે એક બોટ ભાડે લઈ બોટ ક્લબની સફર પણ કરી હતી. તેના મહાકુંભ પ્રવાસ વિશે તેણે કહ્યું, "મારી મહાકુંભની મુલાકાત માત્ર એક મુલાકાત નહોતી, તે મારા માટે એક અનોખો અનુભવ હતો, જ્યાં મેં ઉર્જા અને આશાવાદનો અનુભવ કર્યો." વિચાર કરો, 2-3 કરોડ લોકો એક જ ઈચ્છા સાથે અહીં આવે છે – સંગમ સ્નાન! પ્રયાગરાજ એક વિશાળ મંદિર જેવું લાગતું હતું, જ્યાં ચોતરફ ભક્તિગીતોની ગુંજ છે અને ધાર્મિક માહોલ છે."

કરિયરમાં વિરાજ ઘેલાણીએ ઘણી ચડાઉ-ઉતાર જોઈ છે.  શરૂઆતી દિવસોમાં તે જન્મદિવસ અને કૉલેજ ઈવેન્ટ્સમાં હોસ્ટિંગ કરતો હતો. તેમની મહેનત અને ટૅલેન્ટથી  તે આજે એક લોકપ્રિય સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે. અભિનેતા તરીકે તેણે ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’માં અભિનય કર્યો હતો. આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તે મદર્સ ડેના દિવસે મુંબઈના NMACC ખાતેના એક ભવ્ય સ્ટેજ પર ગુજરાતી સ્ટેન્ડ-અપ કૉમેડી શો કરવાનો છે. આ શોના તમામ ટિકિટ્સ પહેલેથી જ હાઉસફુલ થઈ ચૂકી છે જેનાથી સાબિત થાય છે કે વિરાજ ઘેલાણી પ્રેક્ષકો વચ્ચે પણ ખૂબ લોકપ્રિય છે. વિરાજ ઘેલાણીના આ શો માટે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

વિરાજની લાઈફ વિશે વાત કરીએ તો, તેના જીવનમાં એક નવી શરૂઆત પણ થઈ ગઈ છે. વિરાજે 12 ડિસેમ્બર 2024ના રોજ પલક ખીમાવત સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્નમાં એકદમ નજીકના અને ખાસ મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ખાસ દિવસના કિસ્સા અને ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, અને તેના ચાહકોએ  પણ આ કપલને ભરપૂર શુભેચ્છાઓ આપી હતી.

viraj ghelani kumbh mela entertainment news nmacc social media gujarati inflluencer mumbai news dhollywood news