‘દિલ મિલ ગએ’ની મુસ્કાનને કોવિડ થતાં દીકરીથી દૂર રહેવાનું તેને દુઃખ છે

20 January, 2022 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ તેનું ધ્યાન તેનો હસબન્ડ રાખી રહ્યો છે

મુસ્કાન મિહાની ૬ વર્ષની દીકરી મન્નત સાથે

‘દિલ મિલ ગએ’માં જોવા મળેલી મુસ્કાન મિહાનીને પણ કોવિડ થયો છે. તેને ૬ વર્ષની દીકરી મન્નત વગર રહેવાનું દુઃખ છે. હાલ તેનું ધ્યાન તેનો હસબન્ડ રાખી રહ્યો છે. મુસ્કાને ‘જુગની ચલી જલંધર’ અને ‘રિંગ રિંગ રૉન્ગ’માં કામ કર્યું હતું. તેની ઇચ્છા સ્વસ્થ થયા બાદ ફરીથી કામ શરૂ કરવાની છે. કોવિડ થતાં મુસ્કાને કહ્યું કે ‘મને એક અઠવાડિયા પહેલાં હળવાં લક્ષણો હતાં. મેં અગાઉ ટેસ્ટ કરી અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નહોતો આવ્યો. હું ડરી ગઈ હતી, સાવધાની રાખી હતી અને પોતાને ક્વૉરન્ટીન કરી લીધી હતી. ગઈ કાલ સુધીમાં મારી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. મને કફ અને ગળામાં દુખાવો વધી ગયો હતો. એથી મેં ફરી એક વખત ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું અને હવે મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. કોવિડ-19 મારા જીવનમાં એક ખરાબ દુઃસ્વપ્ન લઈને આવ્યો છે. મારી દીકરી હંમેશાં મારા માટે પ્રાથમિકતા રહી છે. હું મારા દિવસની શરૂઆત તેના વગર નથી કરી શકતી. હું ખૂબ અધૂરપ અનુભવી રહી છું. માતાઓ મારી લાગણી સમજી શકે છે. પોતાની લાઇફલાઇનથી અલગ રહેવું 
ખૂબ કષ્ટદાયક છે. કોવિડની સાથે આ 
એક અલગ પ્રકારનું સ્ટ્રેસ છે. જોકે હું નસીબદાર છું કે મારો હસબન્ડ તેની કાળજી રાખી રહ્યો છું. પિતા-પુત્રી સારો સમય પસાર કરી રહ્યાં છે. હું મારું શૂટિંગ શરૂ કરવા માગું છું. આ મહામારીને કારણે મેં બ્રેક લીધો હતો. હું રિકવર થઈ જઈશ ત્યારે ફરીથી હું કૅમેરા સામે આવીશ અને મારા ફૅન્સને મનોરંજન આપીશ.’

entertainment news indian television television news tv show coronavirus covid19