‘બિગ બૉસ’ કોરોના પૉઝિટિવ

13 January, 2022 06:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અતુલે પોતાની જાતને આઇસોલેટ કરી લીધી છે. હવે તેની ટીમની પણ ટેસ્ટ કરાવવામાં આવશે.

અતુલ કપૂર

‘બિગ બૉસ’માં જેનો ભારેભરખમ અવાજ સંભળાય છે એ અતુલ કપૂરને કોરોના થયો છે. ‘બિગ બૉસ 15’ને બે અઠવાડિયાં માટે આગળ વધારવામાં આવ્યો છે. એવામાં ‘બિગ બૉસ’ના પડદા પાછળના આ કલાકારને પણ કોરોના થયો છે. અતુલે પોતાની જાતને આઇસોલેટ કરી લીધી છે. હવે તેની ટીમની પણ ટેસ્ટ કરાવવામાં આવશે.

television news indian television entertainment news Bigg Boss bigg boss 15 coronavirus covid19