09 October, 2025 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિવાળી 2025 (પ્રતીકાત્મક તસવીર)
દિવાળીનો (Diwali 2025) તહેવાર માત્ર પ્રકાશ અને મિઠાઈઓનો જ નહીં, પરંતુ રંગોનો પણ તહેવાર છે. દરેક રંગનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે, અને તેને પહેરવાથી સકારાત્મકતા અને આનંદનો સંચાર થાય છે. હિંદુ ધર્મમાં દિવાળીને માત્ર પ્રકાશનો પર્વ નહીં પણ માતા લક્ષ્મીની આરાધનાનો પર્વ પણ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને આ પાંચ દિવસના તહેવારમાં જુદી જુદી રીતે રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનાની અમાસે દિવાળી (Diwali 2025) ઉજવવામાં આવે છે અને એકમે ગુજરાતીઓ બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ ઉજવે છે. ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા લોકો નવા કપડાં પહેરીને કરે છે. ત્યારે જો તમે આ શુભ પ્રસંગે શુભ કપડાં પહેરીને લક્ષ્મી પૂજન કરો છો તો તે તમારે માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
આ દિવાળી (Diwali 2025) જો તમે લકી રંગના કપડા પહેરવા ઈચ્છો છો, તો અહીં અમે તમને 5 ખાસ રંગો વિશે જણાવી રહ્યા છીએ, જેને પહેરીને તમે તમારો તહેવાર વધુ ખાસ બનાવી શકો છો.
– ગુલાબી (Pink)
ગુલાબી રંગને પ્રેમ અને કરુણાનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગ ઉર્જા અને ખુશીઓનો સંચાર કરે છે.
સૂચન: આ રંગની અનારકલી અથવા સાડી પહેરો અને પુરુષો માટે કુર્તા . ગુલાબી રંગના કપડાં પહેરવાથી તમે વધુ આકર્ષક અને તાજગીભર્યા લાગશો.
– સુવર્ણ (Golden)
સુવર્ણ રંગ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક છે. દિવાળીએ આ રંગના કપડાં પહેરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
સૂચન: સુવર્ણ લેહેંગા અથવા કુર્તા સેટ પસંદ કરો. આ રંગ પહેરવાથી તમારો લુક વધુ ભવ્ય દેખાશે.
– વાદળી (Blue)
વાદળી રંગ શાંતિ અને સ્થિરતાનું પ્રતિક છે. આ રંગ પહેરવાથી માનસિક શાંતિ અને સંતુલન રહે છે.
સૂચન: વાદળી સાડી કે કુર્તા પહેરો. આ રંગ તમને એલીગન્ટ અને ગ્રેસફૂલ દેખાડશે.
– લીલો (Green)
લીલો રંગ જીવન અને નવી શરૂઆતનું પ્રતિક છે. તે આરોગ્ય અને તાજગીનું પ્રતિનિધિત્વ કરે છે.
સૂચન: લીલા રંગનો ડ્રેસ કે સુટ પહેરીને આ દિવાળી ઉજવો. આ રંગ તમને નવી ઉર્જા આપશે.
– લાલ (Red)
લાલ રંગ પ્રેમ, શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે. આ રંગ ખાસ પ્રસંગોએ પહેરવો શુભ માનવામાં આવે છે.
સૂચન: લાલ સાડી કે લેહેંગા પસંદ કરો. આ રંગ તમને આકર્ષક અને ઊર્જાસભર દેખાડશે.
ઉલ્લેખનીય છે કે, માત્ર તમારા માટે જ નહીં પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરને પણ ચોક્કસ રંગોથી રંગવું તમારે માટે શુભ થઈ શકે છે. તો અહીં તમારી સગવડ ખાતર વાસ્તુ પ્રમાણે તમારા ઘરની કઈ દિશામાં કયો રંગ કરવો જોઈએ તે પણ અહીં પ્રસ્તુત છે...
વાસ્તુ અનુસાર તમારે તમારા ઘરને કયો રંગ રંગવો જોઈએ?
પૂર્વ દિશા: દિવાળીના (Diwali 2025) શુભ પ્રસંગે, પૂર્વ દિશામાં સફેદ રંગનો ઉપયોગ કરો. સફેદ રંગ શુદ્ધતા, સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિનું પ્રતીક છે. તે ઘરમાં હૂંફ અને પ્રકાશ લાવે છે, ખાસ કરીને પૂર્વ તરફના પ્રવેશદ્વારવાળા ઘરો માટે.
પશ્ચિમ દિશા: જો તમે દિવાળી માટે તમારા ઘરને સજાવવાનું નક્કી કરો છો, તો પશ્ચિમ દિશામાં વાદળી રંગનો ઉપયોગ કરો. વાદળી રંગ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે, જે વાતાવરણને સંતુલિત કરે છે.
ઉત્તર દિશા: વાસ્તુ શાસ્ત્રમાં, ઉત્તર દિશાને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જે કુબેર અને પાણીના તત્વ સાથે સંકળાયેલ છે. આછો લીલો, વાદળી અથવા સફેદ રંગ આ દિશામાં દિવાલો માટે શુભ રંગ છે. આ રંગો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને નાણાકીય પ્રગતિમાં મદદ કરે છે. ઘેરા રંગો ટાળો, કારણ કે તે ઉર્જાને વિક્ષેપિત કરી શકે છે.
દક્ષિણ દિશા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે દિવાળી માટે તમારા ઘરને રંગવા જઈ રહ્યા છો, તો દક્ષિણ દિવાલને લાલ રંગ કરવો જોઈએ. લાલ રંગને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, અને તેનો સકારાત્મક પ્રભાવ જીવનમાં ખુશી લાવે છે.
ઘર અથવા દુકાનના ઉત્તર-પૂર્વ ખૂણાને પીળો અથવા નારંગી રંગવાનું શુભ માનવામાં આવે છે. બંને રંગો શાણપણ, પ્રેરણાદાયક ક્રિયા અને મનની શાંતિનું પ્રતીક છે.