અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

30 June, 2024 06:46 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...

કોઈ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તો પણ તમારે ધીરજ રાખવી જરૂરી છે. આવશ્યક હોય ત્યારે મદદ માગવામાં સંકોચ કરવો નહીં. તમારે એકલાએ બધું જ કરી લેવું એવું જરૂરી નથી. પોતાના નેટવર્કનો સારામાં સારો ઉપયોગ કરવો. બીજાઓ પાસેથી મળેલી માહિતીના આધારે નિર્ણયો લેવાના હોય તો પૂરતી ચોંપ રાખજો. તમને જોખમો ખેડવાનું ભલે ગમતું ન હોય, પરંતુ એને લીધે કોઈ તક તમારા હાથમાંથી સરી જાય એવું વર્તન કરતા નહીં. તબિયત તરફ બેધ્યાન રહેતા નહીં.

કૅન્સર જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?
કૅન્સર જાતકો પોતે અનુકૂળ સ્થિતિમાં હોય તો બીજાઓને પ્રેમ આપતા હોય છે. તેમની દેખરેખ રાખે અને તેમના સંવેદનશીલ સ્વભાવને સાચવે એવા જીવનસાથીની તેમને જરૂર હોય છે. તેઓ વફાદાર હોય છે. લગ્ન જેવા મહત્ત્વપૂર્ણ સંબંધ બાબતે તેઓ પૂરતા ગંભીર હોય છે. એક વખત વચન આપી દીધા બાદ એનું પાલન કરવું એવું તેઓ માને છે. તેઓ ક્યારેક થોડા વધારે પઝેસિવ થઈ જાય છે અને જીવનસાથી પૂરતું ધ્યાન આપતા નથી એવું લાગે તો અનેક ડિમાન્ડ કરવા લાગી જતા હોય છે. આવા વખતે તેઓ થોડા હઠાગ્રહી પણ બની જતા હોય છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તક ભલે નાની દેખાતી હોય, પણ તમારે દરેક તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો. મહત્ત્વપૂર્ણ સંબંધો પર ધ્યાન આપવું અને લોકોની અવગણના કરવી નહીં.

આરોગ્યવિષયક સલાહ: વ્યાયામ કરતી વખતે વધુપડતો પરિશ્રમ કરવો નહીં, કારણ કે ઈજા થવાનું જોખમ છે. જેમને લોહીના પરિભ્રમણને લગતી તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

દરેક નવો આઇડિયા ઉપયોગી હોય છે, પરંતુ એના માટે તમારે પોતાના અભિગમમાં પરિવર્તન લાવવું જરૂરી છે. લાંબા ગાળાની દૃષ્ટિએ રોકાણો માટે સમય સારો છે.
આરોગ્યવિષયક સલાહ : તમે ટ્રેડમિલનો ઉપયોગ કરતા હો તો સાવચેત રહેજો, કારણ કે એમાં ઈજા થવાની ઘાત છે. તમને જેનાથી ઍલર્જીની તકલીફ રહેતી હોય એવા ખોરાક અને વાતાવરણથી દૂર રહેજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

ભૂતકાળની કોઈ પરિસ્થિતિને લીધે તમને અફસોસ રહી ગયો હોય તો એ ભૂલીને હાલની પરિસ્થિતિને યોગ્ય ન્યાય આપજો. ખૂબ જ લાગણીવશ થઈ ગયા હો તો કોઈ નિર્ણય લેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: નબળો બાંધો કે કોઠો ધરાવતા લોકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી. લાંબા સમય સુધી ટકાવી શકાય એવી આરોગ્યપ્રદ આદતો કેળવજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ વાટાઘાટ કરતી વખતે નવેસરથી વિચાર કરશો તો મહત્ત્વપૂર્ણ અને ઊંડી સમજ પ્રાપ્ત થશે. સમયનો સદુપયોગ કરવો. કોઈ પણ કામ પાછળ ધકેલવું નહીં.
આરોગ્યવિષયક સલાહ: તમને સતાવી રહેલી કોઈ બીમારી પર પૂરતું ધ્યાન નહીં આપો તો એ વકરશે. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સમય સાનુકૂળ છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમે ભલે ગમે એટલા સાચા હો, બોલવામાં સાચવવું જરૂરી બની રહેશે. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ ખર્ચ પર કાબૂ રાખવો.
આરોગ્યવિષયક સલાહ : જેમને આધાશીશી સહિતના માથાના દુખાવાની તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી. મોટી ઉંમરની વ્યક્તિઓએ પૂરતું પાણી પીવાની દરકાર લેવી.
 
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય તો દરેક વિકલ્પ વિશે સ્પષ્ટ વિચાર કરી લેવો. પરિવારજનો અને મિત્રો જોડેના વ્યવહારમાં અહમને વચ્ચે આવવા દેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: ડૉક્ટરે લખી આપેલી દવા સૂચના મુજબ જ લેવી. શ્વસનતંત્રની કે ગળાને લગતી તકલીફ હોય તેમણે થોડું વધુ સાચવવાની જરૂર રહેશે.
 
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ભૂતકાળને ભૂલી જવો. કોઈ કામ તમારા ધાર્યા પ્રમાણે થયું ન હોય તો એનો અફસોસ કરતા બેસી રહેવું નહીં. ઑનલાઇન બિઝનેસ ધરાવતા સ્વયં રોજગાર કરનારાઓ માટે સમય સાનુકૂળ છે.
આરોગ્યવિષયક સલાહ: વિદેશથી આવેલી કોઈ વૈકલ્પિક ચિકિત્સા કે દવાનો ઉપયોગ કરી રહ્યા હો તો એની આડઅસરો વિશે પહેલેથી માહિતી પ્રાપ્ત કરી લેજો. 
 
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
સામે આવીને ઊભેલી તકો તમારી ધારણા મુજબની ન હોય તો પણ એનો સારામાં સારો ઉપયોગ કરી લેજો. તમને જે ફેડવામાં તકલીફ પડી શકે એમ હોય એ કરજ લેવાનું ટાળજો.
આરોગ્યવિષયક સલાહ: મોટી ઉંમરના જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી અને પોતાના માટે નરમાશથી કામ લેવું. લોહીના પરિભ્રમણને લગતી તકલીફ હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ વર્તવું.
 
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
 
વધુપડતો ખર્ચ થઈ જાય નહીં એનું ધ્યાન રાખવું. બજેટને વળગી રહેવું. પોતાના કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિમાં જે થતું હોય એ થવા દેવું. કોઈ પણ નિર્ણય લાગણીવશ થઈને નહીં પરંતુ સમજી-વિચારીને લેવો.
આરોગ્યવિષયક સલાહ: કોઈ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરને મળવાની જરૂર પડે એ સ્થિતિમાં સેકન્ડ ઓપિનિયન લેવાનું પણ રાખજો. કેટલાક જાતકો જીવનશૈલીમાં ફેરફાર કરી લે એટલામાત્રથી તેમની તકલીફ દૂર થઈ જશે.
 
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
 
કોઈ પણ કાનૂની ખટલામાં સમયસર પગલાં લેવાનું રાખજો. ગોઠવાયેલાં લગ્ન કરવાની જેમની તૈયારી હશે એવા કુંવારાઓ માટે લગ્ન કરવા યોગ્ય સમય છે.
આરોગ્યવિષયક સલાહ: લાંબા સમયથી કોઈ બીમારી હોય તો શિસ્તબદ્ધ રીતે વર્તજો. ખાણી-પીણીમાં સાવચેતી રાખજો, કારણ કે પેટની ગરબડ થવાનું જોખમ છે.
 
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
 
જે મુદ્દાઓ મહત્ત્વના ન હોય એ જવા દેજો અને જેમનું ખરેખર મૂલ્ય હોય એમના પર જ ધ્યાન આપજો. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ ધરાવતા સ્વયં રોજગાર કરનારા લોકો માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : નાની-મોટી કોઈ પણ એક આદત સુધારવા પર ધ્યાન આપજો. પૂરતી ઊંઘ લેજો અને વ્યાયામ કરતી વખતે વધુપડતો પરિશ્રમ કરતા નહીં.
 
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
 
કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો થાય તો યોગ્ય પસંદગી કરજો. પારિવારિક બિઝનેસમાં હોય એવા સ્વયં રોજગાર કરનારાઓ માટે સમય સારો ચાલી રહ્યો છે.
આરોગ્યવિષયક સલાહ: જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની બાબતે અતિરેક કરવાને બદલે લાંબા ગાળા સુધી ચાલુ રાખી શકાય એવા ફેરફારો લાવવા.
astrology gujarati mid-day