13 July, 2025 07:46 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
મોટી સંસ્થાઓમાં કામ કરતા લોકોએ ખૂબ જ ડિપ્લોમૅટિક બનવાની જરૂર છે અને બૉસ અને સહકાર્યકરો સાથે સંબંધ જાળવવાની જરૂર છે. તમારાં સ્વાસ્થ્ય-લક્ષ્યો વિશે ખૂબ સ્પષ્ટ રહો અને સોશ્યલ મીડિયા અને ઇન્ફ્લુએન્સરોથી પ્રભાવિત ન થાઓ. કેટલાક લોકો ખાસ કરીને પડકારજનક સંબંધોને છોડી દેવાનું નક્કી કરી શકે છે. નાણાકીય જોખમો લેવાનું ટાળો.
કૅન્સરની શૅડો સાઇડ
કૅન્સર રાશિના લોકો અત્યંત ઇમોશનલ અને મૂડી હોઈ શકે છે. તેમનો મૂડ લાંબો સમય ટકતો નથી, પરંતુ બિનજરૂરી ગેરસમજણો પેદા કરી શકે છે. તેઓ ખૂબ જ સરળતાથી નારાજ થઈ શકે છે અને જેને પ્રેમ કરે છે તેની સાથે ચિડાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ શકે છે. કૅન્સર રાશિના લોકો ટીકાનો પણ પ્રતિકાર કરી શકે છે, રચનાત્મક પ્રતિસાદ પણ નકારાત્મક રીતે સ્વીકારી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ પ્રતિબંધોને સફળતાપૂર્વક સંભાળવા એ તમારી અપેક્ષા કરતાં વધુ સરળ રહેશે. તમે શું કરી રહ્યા છો એ જાણતા હોવા છતાં પણ જોખમી રોકાણ કરવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળો, કારણ કે દરેક વ્યક્તિ તમારું ભલું ઇચ્છતી નથી. કોઈ પણ કૌટુંબિક જવાબદારીઓ પૂરી કરવાનો પ્રયાસ કરો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમને લાગે કે કંઈક બરાબર નથી તો તમારી અંતઃપ્રેરણાને સાંભળો. ભલે તમે ગમે એટલાં કામ અને જવાબદારીઓમાં વ્યસ્ત હો તો પણ તમારા શોખ માટે સમય કાઢો.
રિલેશનશિપ ટિપ : વાતચીત અને મેસેજની આપ-લેમાં ખૂબ જ આકરા ન બનો. એની થોડી વધુ કાળજી રાખો. પરિવારમાં કોઈ ઘરડી વ્યક્તિને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
વર્કલાઇફ વચ્ચે બૅલૅન્સ જાળવવું થોડું પડકારજનક હોઈ શકે છે અને તમારે સારી રીતે વિચારીને નિર્ણયો લેવાની જરૂર છે. પૈસાની બાબતો સંભાળતી વખતે તમારા હૃદયનો અવાજ સાંભળો.
રિલેશનશિપ ટિપ : તમારા પાર્ટનર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગલ લોકો હાલમાં કોઈ ગંભીર બાબતમાં પડવા માગતા નથી.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
એવી પરિસ્થિતિ અને ટેવ છોડી દો જે તમારા માટે સારી નથી, ભલે એના કારણે તમારા જીવનમાં ભારે પરિવર્તન આવે. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : પડકારજનક રીતે વર્તન કરનારી કોઈ પણ વ્યક્તિને સમજદારીપૂર્વક સંભાળો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ વાતચીત દરમ્યાન ખૂબ સ્પષ્ટ રહો અને તમારો મતલબ બરાબર કહો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જે શક્ય નથી એના કરતાં તમે શું કરી શકો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. પૈસાની બાબતોમાં ખૂબ કાળજી રાખો અને આવેગમાં આવીને નિર્ણયો લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : જો કોઈ તમારી સાથે મીઠી વાતો કરવાનો પ્રયાસ કરે છે તો સાવચેત રહો, કારણ કે તેના ઇરાદા સંપૂર્ણપણે સ્પષ્ટ ન હોઈ શકે. મહત્ત્વપૂર્ણ સંબંધોને કાર્યક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ લો અને પરિસ્થિતિઓ અને લોકોને નિયંત્રિત કરવાની ઇચ્છા છોડી દો. વાતચીતમાં ઊતરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો.
રિલેશનશિપ ટિપ : જે બદલવાની જરૂર છે એને સ્વીકારો અને સારા સંબંધ જાળવવા માટે તમારો ભાગ ભજવો. નજીકના મિત્ર સાથે બિનજરૂરી દલીલમાં પડવાનું ટાળો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારાં લક્ષ્યો સુધી પહોંચવા માટે જરૂરી પ્રયત્નો કરો, ભલે એ હાલમાં ખૂબ દૂર લાગે. તમારા રોકાણ પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનો આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : સિંગલ લોકો કોઈ ગંભીર બાબતમાં પડવાને બદલે આસપાસ ડેટ કરવાનું પસંદ કરી શકે છે. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જઈ શકે છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમને જરૂર હોય તો કોઈ પણ નવા પ્રોજેક્ટ માટે બીજાની મદદ લો. જો તમને લાંબા સમયથી સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તમારા પર થોડું વધારે ધ્યાન આપો.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ રિલેશનશિપ વિશે નિર્ણય લેતાં પહેલાં ખાતરી કરો કે તમારી પાસે જરૂરી બધી માહિતી છે. એક નાનો મુદ્દો પણ એમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ગમે એટલી વ્યસ્તતામાં પણ મનગમતી વસ્તુઓ માટે સમય કાઢો. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું જોઈએ.
રિલેશનશિપ ટિપ : પરિવાર અને તમારા જીવનના મહત્ત્વપૂર્ણ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરો. જે સિંગલ લોકો કોઈ નવી વ્યક્તિને મળ્યા છે તેમણે કમિટમેન્ટ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારી જાતને સુધારવા અને કોઈ પણ ખાસ ક્ષમતાઓને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જો તમને લાગે કે તમે હવે તે વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતા નથી તો મિત્રતા અથવા સંબંધ છોડી દો. જટિલ લોકો અને પરિસ્થિતિઓથી દૂર રહો.