અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

17 August, 2025 07:56 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વર્ગો રાશિનાં જાતકો વિશે જાણો બધું 
આ રાશિના જાતકો બૌદ્ધિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા ધરાવે છે અને દરેક ચીજની ઝીણી બાબતો પર સચોટ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેઓ કોઈ પણ સમસ્યાનું ઉત્તમ નિરાકરણ લાવે છે, કેમ કે તેમની પાસે બીજા લોકો શું કરવાનું ચૂકી ગયા છે એ જોવા, સમજવા અને ધ્યાનમાં લેવાની ક્ષમતા છે. સામાન્ય રીતે આ જાતકો નમ્ર હોય છે અને તેઓ પોતાના તરફ ધ્યાન ન ખેંચાય એમ પડદા પાછળ શાંતિથી કામ કરવાનું પસંદ કરે છે. 

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમે તમારાં નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માગતા હો તો તમારે થોડી વધુ મહેનત કરવાની અને શિસ્ત કેળવવાની જરૂર પડી શકે છે. તમારી સામે આવતી દરેક માહિતીની ચોકસાઈ કરો. નિર્ણયો લેવા માટે કોઈએ કહેલી કે સાંભળેલી ગૉસિપ પર આધાર રાખશો નહીં. જો તમે ધંધા-બિઝનેસ માટે નેટવર્ક વિસ્તૃત કરવા માગતા હો તો સ્ટ્રૅટેજિક રીતે વિચારો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પરંતુ આહારમાં બહુ કડક ન બનો કે ફિટનેસ માટેના અવનવા ટ્રેન્ડ્સનો વધુપડતો ઉપયોગ ન કરો. લાંબા ગાળે ટકાઉ જીવનશૈલી બનાવવા માટે કામ કરો.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

કોઈ પણ પરિસ્થિતિમાંથી જરાય ઉકેલ મળી જ નહીં શકે એવું લાગતું હોય તો શાંતિથી સ્થિતિને સમજો. સમજવાથી જ શક્ય એટલી સરળતાથી એમાંથી બહાર નીકળાશે. 
હેલ્થ ટિપ : સ્વસ્થ વિકલ્પો પસંદ કરો. ખાસ કરીને જ્યારે તમે બહાર જમતા હો અથવા બહારના ફૂડનો ઑર્ડર આપતા હો. સાઇનસ ચેપ અને શરદીથી પીડાતા લોકોને પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જો તમારે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એનો સામનો કરવા માટે ફોકસ કેળવો. જો તમે ઘરમાં રિનાવેશન કે રિપેરિંગ કરાવવા માગતા હો તો પહેલાં બજેટ બનાવો અને બજેટને વળગી રહો.
હેલ્થ ટિપ : લાંબી બીમારી ધરાવતા લોકોએ કોઈ પણ નવી સારવાર અજમાવતાં પહેલાં એ વિશે જરૂરી સંશોધન કરવું જોઈએ. મિત્ર અથવા સંબંધીઓ પાસેની ઘરગથ્થુ સલાહો અપનાવવાનું ટાળો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

રોકાણમાં ધીરજ રાખો અને કોઈ પણ આવેગજન્ય નિર્ણયો ટાળો. પોતાની મેળે રોકાણ કરનારા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે જેઓ પોતાનો વ્યવસાય વિસ્તારી અથવા નવો શરૂ કરી શકે છે.
હેલ્થ ટિપઃ જો તમે જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરવા માગતા હો તો શિસ્તબદ્ધ અભિગમની જરૂર પડશે. જોકે આ બદલાવો ટેમ્પરરી નહીં પણ લાંબા ગાળે ટકાઉ હોય એની ખાતરી કરી લેવી. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ સંવેદનશીલ પરિસ્થિતિને ખૂબ કાળજીપૂર્વક સંભાળો અને જે જરૂરી છે એ કરવા તૈયાર રહો. તમારી પાસે જે છે એના માટે કૃતજ્ઞભાવ કેળવશો તો તમારી સાથે હંમેશાં સારું જ થશે. 
હેલ્થ ટિપ : તમે કાળજી નહીં લો તો કોઈ પણ નાની સ્વાસ્થ્ય-સમસ્યા પણ વધુ ખરાબ અને વકરી જઈ શકે છે. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં. કંઈક એવું કરો જે તમને પસંદ છે અને એનાં પરિણામો ટકાઉ છે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળો અને અન્ય લોકો સાથે શાંતિ અને સુમેળમાં રહેવાનું પસંદ કરો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓએ બુદ્ધિશાળી પસંદગીઓ કરવાની જરૂર છે.
હેલ્થ ટિપ : કસરત કરતી વખતે અથવા કોઈ પણ શારીરિક કાર્ય કરતી વખતે તમારી પીઠના નીચેના ભાગ અને હિપને નુકસાન ન થાય એનું ધ્યાન રાખો. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાની જાત સાથે નકારાત્મક વાત કરવાનું કે આસપાસની ખરાબ પરિસ્થિતિ વિશે જ વિચારતા રહેવાનું ટાળો. તમારી અંતઃસ્ફુરણાને સાંભળો અને યોગ્ય પસંદગીઓ કરો. મીટિંગ્સ, વાટાઘાટો અને ઇન્ટરવ્યુ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : શક્ય એટલી શિસ્તબદ્ધ જીવનશૈલી જાળવવાનો પ્રયાસ કરો. કિડની સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યાઓ ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ પણ પડકારોનો સામનો કરો અને ટૂંકા ગાળાનાં લક્ષ્યોને બદલે મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. રોકાણ તેમ જ વ્યવસાય માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જો તમે નવા પ્રકારનું વર્કઆઉટ શરૂ કરવા માગતા હો અથવા જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો એમાં ઊંડા ઊતરો. કોઈ પણ નાની સ્વાસ્થ્ય-સમસ્યા પર ધ્યાન આપો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ભવિષ્યની કરીઅરનાં તમારાં લક્ષ્યો વિશે સ્પષ્ટ રહો અને ભૂતકાળના કોઈ પણ પડકારો કે પ્રસંગોની નકારાત્મક અસર તમારા પર ન થાય એનું ધ્યાન રાખો. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો.
હેલ્થ ટિપ : જેઓ તેમના આહારમાં ફેરફાર કરવા માગે છે તેમણે એ બદલાવો લાંબા ગાળા સુધી કન્ટિન્યુ રાખવાની જરૂર છે. કસરત કરતી વખતે તમારી પીઠ અને કરોડરજ્જુનું ધ્યાન રાખો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારી સામેના સંભવિત પડકારો કરતાં તમે શું ઇચ્છો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. મિત્રતા અને સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે, પરંતુ તમારે કોની સાથે તમારો સમય વિતાવવો એ અંગે પસંદગી કરવાની જરૂર છે.
હેલ્થ ટિપ : સારી ટેવો પર કામ કરો અને એવી કોઈ પણ ટેવો છોડી દો જે તમારા માટે સારી નથી. હાઈ બ્લડ-પ્રેશર અથવા હૃદય સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યાઓ ધરાવતા લોકોએ થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો કોઈ કૌટુંબિક સમસ્યા હોય અને એને ઉકેલવાની જરૂર હોય તો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા પરિણામો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સર્જનાત્મક વ્યવસાયમાં રહેલા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જો તમારે તમારા શહેરમાં વધુપડતી મુસાફરી કરવાની જરૂર હોય તો તમારી જાતને વધુપડતી મહેનત ન કરવા માટે ધ્યાન રાખો. જો કસરત ખૂબ જ તીવ્ર હોય તો યોગ્ય આરામના દિવસોમાં ધ્યાન આપો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જેમની પાસે સમય કરતાં વધુ કામ હોય એવું લાગે છે તેઓ તેમની પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરવા માગે છે. નાણાકીય લક્ષ્યો સાથે વાસ્તવિક બનો. ખાસ કરીને જો તમે બિનજરૂરી વસ્તુઓ પર ઘણો ખર્ચ કરવાનું વલણ રાખો છો.
હેલ્થ ટિપ : કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેતાં પહેલાં તમારું સંશોધન કરો અને બિનજરૂરી દવા ટાળો. જેમના કામમાં ઘણું બોલવાનું સામેલ છે તેમણે તેમના ગળાની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

લોકો શું માને છે કે પછી આમાંથી તમને શું મળશે એનો વિચાર કર્યા વિના તમે શું કરવા માગો છો એને પ્રાધાન્ય આપો. જો તમે કાનૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ખૂબ વ્યૂહાત્મક અને સ્પષ્ટ બનો.
હેલ્થ ટિપ : જે લોકો મુખ્યત્વે નૉન-વેજ આહાર ખાય છે તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત શાકભાજી ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને લિવરની સમસ્યા હોય તો તમારી જાતની થોડી વધારાની કાળજી લો.

astrology horoscope columnists gujarati mid day life and style mumbai