22 June, 2025 07:37 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈપણ પડકારોને દ્રઢતાથી દૂર કરી શકાય છે એ વાત હંમેશાં યાદ રાખજો. કલ્પના કરો કે તમે જે ઇચ્છો છો તે બનાવી શકો એમ છો અને કોઈપણ ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિઓથી નિરાશ ન થાઓ. જ્યાં રોકાણ કરવાનું જોખમી હોય અથવા તો ખૂબ અસ્પષ્ટતા ધરાવતા કોઈપણ વ્યવસાયમાં પ્રવેશવાનું ટાળો. પ્રમોશન અથવા પગાર વધારા માટે તૈયાર લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
કૅન્સર જાતકો વિશે જાણો બધું
તેમના સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ માટે જાણીતા કૅન્સર રાશિના લોકો દયાળુ હોય છે અને ઊંડા ભાવનાત્મક સ્તરે અન્ય લોકો સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. તેમને પરિવાર અને ઘર પ્રત્યે પ્રેમ હોય છે અને તેઓ જેને પ્રેમ કરે છે તેમના પ્રત્યે ઉદાર હોય છે. તેઓ મોટા ભાગના નિર્ણયો અંતરસૂઝથી લેનારા હોય છે. કૅન્સર રાશિના લોકોમાં સામાન્ય રીતે જન્મજાત અંતર્જ્ઞાન હોય છે, અને તેઓ વ્યવહારિકતા કરતાં તેમના અંતર્જ્ઞાનના આધારે સંપૂર્ણપણે નિર્ણયો લઈ શકે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જોખમ લેવા તૈયાર રહો પણ યોગ્ય પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરો. ખરીદી કરતી વખતે અથવા મિત્રો કે સહકર્મીઓ સોશ્યલાઇઝિંગ વખતે વધુપડતો ખર્ચ ન કરવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્ય ટિપ : જેમની રોગપ્રતિકારક શક્તિ સંવેદનશીલ છે એવા લોકોએ પોતાની વધારે કાળજી લેવાની જરૂર છે. કોઈ પણ નવી દવા લેતા પહેલાં એના વિશેની માહિતી મેળવી લો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારા માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે તેવી વ્યક્તિ વિશે તમારા અભિગમને બીજા કોઈથી પ્રભાવિત ન થવા દો. સપાટી પરની પરિસ્થિતિથી આગળ જુઓ, હકીકત પર ફોકસ કરો.
સ્વાસ્થ્ય ટિપ : તમારી ફિટનેસ માટે શિસ્તબદ્ધ અભિગમ જાળવો. કોઈ બીજા શું કરે છે એની કૉપી કરવાનો પ્રયાસ ન કરો, તમે જાણો છો કે તમારા માટે શું કારગર નીવડશે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારા માટે સમય કાઢો અને તમને ગમતી વસ્તુઓ કરો, કોઈ શોખ કેળવો અથવા સ્પોર્ટ્સને આગલા સ્તર પર લઈ જાઓ. મિત્રની કોઈ પણ સલાહ પર ધ્યાન આપો.
સ્વાસ્થ્ય ટિપ : લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારનો સમય જતાં ફરક પડશે. બહારનો ખોરાક ખાતી વખતે સાવચેત રહો અને શક્ય હોય ત્યાં સુધી ભારે અને તીખો ખોરાક ટાળો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈ પણ કાનૂની સમસ્યાને કાળજીપૂર્વક હૅન્ડલ કરો અને ખાતરી કરો કે તમારા બધા દસ્તાવેજ સાચા અને અપડેટ કરેલા છે. એવી પરિસ્થિતિઓને છોડી દો જે હવે તમારા માટે કામ કરતી નથી.
સ્વાસ્થ્ય ટિપ : જેઓ ગર્ભધારણ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમને મેડિકલ સહાય લેવી પડી શકે છે. જો તમારીરા પાસે કોઈ પરીક્ષણો થયા હોય તો બીજો અભિપ્રાય લો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
લૉજિક શું કહે છે એના પર નહીં, પણ તમારી અંતઃપ્રેરણાનું સાંભળો. તમને શું પ્રાપ્ત કરવું છે એ વિશે ખૂબ સ્પષ્ટ રહો અને સ્પર્ધાથી પાછળ ન હટશો.
સ્વાસ્થ્ય ટિપ : નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને જો તમે યોગ્ય રીતે હૅન્ડલ નહીં કરો તો એ બિનજરૂરી રીતે જટિલ બની શકે છે. અસ્વસ્થતા લાગે તો ખાતરી કરો કે તમે પૂરતો આરામ કરો છો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમને લાગે કે તમે ધીમી પ્રગતિ કરી રહ્યા છો તો ધીરજ રાખો. જે લોકો તેમની રિલેશનશિપ અથવા લગ્નમાં પડકારનો સામનો કરી રહ્યા છે તેઓ દલીલ કરતી વખતે શું બોલે છે એ વિશે ખૂબ કાળજી રાખવી જોઈએ.
સ્વાસ્થ્ય ટિપ : ખાતરી કરો કે તમે ડૉક્ટરની સૂચના અનુસાર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન દવા લો છો. કોઈ પણ બિનઆરોગ્યપ્રદ ખોરાક ઘટાડવાનો પ્રયાસ કરો અને એને સ્વસ્થ વિકલ્પોથી બદલી નાખો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ઑફિસમાં કોઈ પણ વિવાદોથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. યોગ્ય નાણાકીય પસંદગી કરો અને મોટાં વચનોમાં ફસાઈ ન જાઓ.
સ્વાસ્થ્ય ટિપ : જેમને શરદી થવાની સંભાવના છે તેમણે પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે. કડક આહારનું પાલન કરવાને બદલે તાજો રાંધેલો ખોરાક ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
શક્ય હોય ત્યાં સુધી કામના દબાણને શ્રેષ્ઠ રીતે સંભાળો અને વર્ક-લાઇફ બૅલૅન્સ જાળવવાનો પ્રયાસ કરો. બધી વિગતો સમજ્યા વિના નિર્ણયો લેવાનું કે પ્રતિક્રિયા આપવાનું ટાળો.
સ્વાસ્થ્ય ટિપ : ટકાઉ ન હોય એવા ફેરફાર કરવાને બદલે નાના ફેરફાર કરો. જો તમને માથાનો દુખાવો કે આંખમાં તાણ આવતી જણાય તો તમારી આંખોની તપાસ કરાવો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ પડકારજનક પરિસ્થિતિઓને દૃઢતા અને સમજણથી સંભાળવાની જરૂર છે. તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સલાહ અમૂલ્ય રહેશે.
સ્વાસ્થ્ય ટિપ : કોઈ પણ સપ્લિમેન્ટ્સ ફક્ત તમારી જરૂરિયાત મુજબ લો. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો અને સાકરવાળાં પીણાં ટાળવાનો પ્રયાસ કરો જેમાં સ્પોર્ટ્સ ડ્રિન્ક્સનો પણ સમાવેશ છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
અજાણતાં તમે તમારી જાતને ગૉસિપનું કેન્દ્ર ન બનાવો એનું ધ્યાન રાખો. પૈસા સંબંધિત કોઈ પણ બાબતો, કોઈ પણ નવા વિચારો અથવા યોજના તમારી પાસે રાખો.
સ્વાસ્થ્ય ટિપ : તમે લાઇફસ્ટાઇલમાં જે ફેરફાર કરવા માગો છો એને આયોજન અને શિસ્તની જરૂર પડશે. ભલે મહત્ત્વાકાંક્ષી લાગે તો પણ તમારાં સ્વાસ્થ્ય લક્ષ્યો વિશે ખૂબ સ્પષ્ટ રહો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
એવા લોકો અને પરિસ્થિતિઓને છોડી દો જે હવે તેમનો હેતુ પૂર્ણ કરતા નથી. સંજોગોમાં શક્ય એટલી શ્રેષ્ઠ રીતે તમારા નિયંત્રણની બહાર હોય એવા કોઈ પણ વિલંબને નિયંત્રિત કરો.
સ્વાસ્થ્ય ટિપ : કસરત કરતી વખતે તમારી પીઠ અને કરોડરજ્જુનું ધ્યાન રાખો. ખાતરી કરો કે તમે દિવસભર પૂરતું પાણી પીતા હો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
મહત્ત્વપૂર્ણ સંબંધો પર ધ્યાન આપો અને બીજા લોકોને હળવાશથી ન લો. વારસામાં મળેલા કોઈ પણ પૈસા અથવા મિલકતને કાળજીપૂર્વક સંભાળો.
સ્વાસ્થ્ય ટિપ : બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો. જેમને હાઈ બ્લડપ્રેશર અથવા હાર્ટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા છે તેમણે પોતાની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.