લાઇટવાળો ડિસ્પ્લે ધરાવતો ટ્રેન્ડી માસ્ક

16 March, 2021 01:30 PM IST  |  Mumbai | Pratik Ghogare

કોરોના તેમ જ અન્ય વિષાણુ કે ડસ્ટ સામે પણ આ પ્રોટેક્શન આપતો હોવાનો દાવો કરે છે.

લાઇટવાળો ડિસ્પ્લે ધરાવતો ટ્રેન્ડી માસ્ક

વાયરલેસ અને બ્લુટૂથ મારફત મોબાઇલમાં ઍપ સાથે કનેક્ટ કરી શકાય એવો LED લાઇટવાળો માસ્ક હાલમાં ઇન્ટરનેટ પર હિટ છે. એક વાર ચાર્જ કર્યા બાદ આ માસ્ક આઠથી દસ કલાક માટે એની રોશની પાથરતો રહેશે. અર્થાત આ માસ્કનો ડિસ્પ્લે સતરંગી લાઇટમાં પૅટર્ન, ડિઝાઇન કે નંબર રચી શકે છે. વધુમાં તમે પોતાની મનગમતી ડિઝાઇનમાં મોઢા એટલે કે માસ્ક પર લઈને ફરી શકો છો. માસ્કમાં ડસ્ટ અને હાનિકારક વિષાણુઓથી બચાવી શકે એવું ફિલ્ટરિંગ લેયર પણ છે જે ચેન્જેબલ છે. એટલું જ નહીં, આ માસ્ક પણ એનાં ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ કાઢ્યા બાદ ધોઈ શકાય એવો છે. કોરોના તેમ જ અન્ય વિષાણુ કે ડસ્ટ સામે પણ આ પ્રોટેક્શન આપતો હોવાનો દાવો કરે છે.

ટૉપ ફીચર
યુએસબી રિચાર્જેબલ બૅટરી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ કાઢીને ધોઈ શકાશે સતરંગી પૅટર્ન રચી શકે છે.

ક્યાં મળશે?
આ માસ્ક etsy.com નામની વેબસાઇટ પર બાવીસ ડૉલર એટલે કે આશરે ૧૬૦૦ રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યો છે.

coronavirus fashion news fashion columnists aparna chotalia