ઉનાળામાં વાપરો પ્લેઝન્ટ ફીલિંગ આપતાં પરફ્યુમ

29 April, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીની સીઝનમાં માઇલ્ડ અને સૂધિંગ સ્મેલવાળાં પરફ્યુમ તમારી પર્સનાલિટીને વધુ સારી રીતે ડિફાઇન કરશે

પ્રતીકાત્મક તસવીર

પરફ્યુમ ફક્ત સુગંધિત દ્રવ્ય જ નથી, એ વ્યક્તિની પર્સનાલિટીને વધુ સારી રીતે ડિફાઇન કરવાનું માધ્યમ પણ છે. તમે જે પણ પ્રકારનાં, સુગંધનાં પરફ્યુમ પસંદ કરો છે એ તમારી પર્સનાલિટીને એન્હૅન્સ કરે છે. ધારો કે મસ્કી અને સ્ટ્રૉન્ગ પરફ્યુમ બોલ્ડ પર્સનાલિટી ધરાવતા લોકો પર વધુ સૂટ થાય છે એ રીતે ફ્રેશ અને સિટ્રસ સ્મેલનાં પરફ્યુમ ઉત્સાહી અને સ્પોર્ટી વ્યક્તિત્વવાળા લોકો વધુ રાખતા હોય છે. રોમૅન્ટિક અને સેન્સિટિવ પર્સનાલિટી હોય તેમને સ્વીટ અને ફ્લોરલ સ્મેલ વધુ પસંદ હોય છે. ઋતુ પ્રમાણે પણ પરફ્યુમની સુગંધનો પ્રભાવ જુદો પડે છે. ઉનાળાની સીઝનમાં તમારા વૉર્ડરોબમાં કેવા પ્રકારનાં પરફ્યુમ હોવાં જોઈએ એ વિશે વાત કરીએ.

વૅનિલા

સમર વેકેશન માણવા નીકળેલાં યુગલ કોઝી અને કમ્ફર્ટ આપે એવાં વૅનિલા ફ્લેવરનાં પરફ્યુમ વાપરે છે. આ ફ્રૅગ્રન્સ સૉફિસ્ટિકેટેડ અને સટલ ફ્રૅગ્રન્સ આપે છે. એની કોકોનેટ વૉટર જેવી સ્મેલ આપતી ફ્લેવર તમારી પર્સનાલિટીને યુનિક અને શાહી ફીલિંગ આપશે. આ પ્રકારનાં પરફ્યુમ મૂડને શાંત અને રિલૅક્સ્ડ રાખે છે.

ફ્લાવર્સ ફ્લેવર

ઉનાળામાં યુનિક અને ફ્રેશનેસ સાથે વાઇબ્રન્સી જોઈતી હોય તો કૅન્ડીની ફ્લેવરવાળા પરફ્યુમની સાથે ફૂલોની સુગંધવાળાં પરફ્યુમ વાપરવાં આઇડિયલ માનવામાં આવે છે. આ એવરગ્રીન પરફ્યુમમાં જાસ્મિન, લૅવન્ડર, રોઝ, સૅન્ડલવુડ અને સિટ્રસ એટલે કે બ્રાઇટ અને ફ્રેશ ફ્લેવરનાં પરફ્યુમ કૉમન અને પૉપ્યુલર છે અને અત્યારે ઇન થિંગ પણ છે.

અર્ધી અને મસ્કી ફ્લેવર

ઉનાળાની સીઝનમાં વધુ બોલ્ડ અને સ્ટ્રૉન્ગ સ્મેલવાળા પરફ્યુમનો વપરાશ ઓછો કરવો જોઈએ કારણ કે ગરમીને લીધે પરસેવો વધુ થાય છે અને એ સ્મેલનો પ્રભાવ વધુ સમય સુધી રહેતો નથી. માઇલ્ડ ફ્રૅગ્રન્સવાળાં પરફ્યુમ લગાવશો તો એ ફ્રેશનેસ જળવાઈ રહેશે. તેથી અર્ધી અને મસ્કી  એટલે કે માટી અને કસ્તુરીની ફ્લેવરનાં પરફ્યુમ તમારા વ્યક્તિત્વ માટે પર્ફેક્ટ ચૉઇસ છે એમ કહેવું ખોટું નથી. આ પ્રકારની સ્મેલ હંમેશાં પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ કરાવે છે અને એ ત્વચા પર લાંબા સમય સુધી ટકી રહે છે. આ સ્મેલનાં પરફ્યુમ સ્ત્રી અને પુરુષ બન્ને વાપરી શકે છે.

કૅન્ડી ફ્લેવર

માઇલ્ડ સ્મેલવાળાં પરફ્યુમની વાત થાય તો એમાં કૅન્ડી ફ્લેવર સૌથી પૉપ્યુલર અને કૉમન છે. આ ફ્રૅગ્રન્સ સમર ફ્રૂટ્સ અને ડિઝર્ટની યાદ અપાવે છે. એમાં સિટ્રસ, બટરક્રીમ, સ્ટ્રૉબેરીઝ અને વૅનિલા જેવી સુગંધ ફેમિનાઇન અને ટાઇમલેસ એનર્જી ફીલ કરાવતી હોવાથી કૅન્ડી જેવી સ્મેલ ગમતી હોય એવાં ઍસ્થેટિક પરફ્યુમ સ્ત્રીઓ માટે બેસ્ટ ચૉઇસ છે. અત્યારે મૅન્ગો, કૉફી, ચેરી અને પિસ્તાની ફ્લેવરનાં પરફ્યુમ પણ યુવતીઓ બહુ પસંદ કરી રહી છે.

ઘરે બનાવો મનપસંદ પરફ્યુમ

ઘરે પરફ્યુમ બનાવવા માટે તમારી પસંદની સુગંધનાં જેમ કે લૅવન્ડર, રોઝ, લેમન અને વૅનિલા સુગંધનાં એસેન્શિયલ ઑઇલની સાથે જોજોબા અથવા સ્વીટ આમન્ડ ઑઇલ જેવા પ્લાન્ટ-બેઝ્ડ ઑઇલ લો. એની શેલ્ફ-લાઇફ વધારવા માટે વિટામિન Eની કૅપ્સ્યુલ પણ નાખી શકાય. પરફ્યુમ બનાવવાની બેઝિક ફૉર્મ્યુલા ૨૦ ટકા એસેન્શિયલ ઑઇલમાં ૮૦ ટકા પ્લાન્ટ-બેઝ્ડ ઑઇલને સરખી રીતે બ્લેન્ડ કરો અને પછી એમાં વિટામિન E ઑઇલ ઉમેરીને બૉટલમાં ભરી લીધા બાદ ફરી એક વાર સરખું મિક્સ કરો. બેથી ત્રણ દિવસ સુધી ઠંડા અને અંધારાવાળી જગ્યાએ રાખો જેથી ફ્રૅગ્રન્સ સારી રીતે મિક્સ થઈ જાય. આ રીતે ઘરે બેઠાં આલ્કોહોલ ફ્રી પરફ્યુમ બનાવી શકાય છે.

ઘણા લોકો બે-ત્રણ ફ્રૅગ્રન્સને મિક્સ કરીને નવી ફ્રૅગ્રન્સનું ફ્યુઝન બનાવતા હોય છે. એ પણ ઘરે ટ્રાય કરી શકાય. ફ્લોરલ અને રોમૅન્ટિક અરોમાવાળું પરફ્યુમ બનાવવું હોય તો રોઝ અને વૅનિલાની ફ્લેવરનું મિશ્રણ તમારી પર્સાલિટીને એ રીતે ડિફાઇન કરશે. જો તમારે રેગ્યુલર યુઝ કરવું હોય તો ખરીદેલું પરફ્યુમ હોય કે ઘરે બનાવેલું હોય, પહેલાં સ્કિન પર પૅચ-ટેસ્ટ કરી લેવી. જો સ્કિનને સૂટ ન થાય એટલે કે ખંજવાળ કે બળતરા હોય તો એ લગાવવું નહીં. પરફ્યુમમાં એસેન્શિયલ ઑઇલ વધુ હોય તો ઓછી ક્વૉન્ટિટીમાં લગાવવું.

કેવાં પરફ્યુમ વાપરવાં?

આ વર્ષે જો કંઈ સૌથી વધુ ટ્રેન્ડમાં છે તો એ છે આલ્કોહોલ ફ્રી પરફ્યુમ. ફક્ત વૉટર બેઝ્ડ પરફ્યુમ લૉન્ગ-લાસ્ટિંગ હોતાં નથી તેથી ઉનાળામાં પાણી અને તેલમાંથી બનેલાં પરફ્યુમ લાંબા સમય સુધી ટકે છે. ઇત્રમાં ફ્લોરલ વૉટરના મિશ્રણમાંથી યુનિક અને વાઇબ્રન્ટ સેન્ટ બને છે. ખાસ કરીને આ સીઝનમાં લોકો એને પસંદ પણ કરી રહ્યા છે.

fashion news fashion beauty tips life and style Weather Update columnists gujarati mid-day mumbai