✕

ઘરની ફર્સ્ટ ઇમ્પ્રેશન ગણાતા દરવાજાની ડિઝાઇનમાં શું નવું ચાલી રહ્યું છે?

29 October, 2026 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળી નજીક આવી રહી છે ત્યારે રિનોવેશન વખતે મુખ્ય દરવાજાની પસંદગી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વખતે કેવા દરવાજા ટ્રેન્ડમાં છે અને તમારા ઘરના ઇન્ટીરિયર મુજબ કેવા દરવાજા સારા લાગશે એ જાણી લો.

પ્રતીકાત્મક તસવીર

વુડન ફિનિશ અને વિનિયર ડોર

સાગ કે ઓક વુડના કુદરતી ટેક્સ્ચરવાળા વિનિયર ડોર્સ ટાઇમલેસ છે. આવા દરવાજા ઘરને હંમેશાં ક્લાસિક લુક આપે છે. એમાં વર્ટિકલ પટ્ટીઓ કે મિનિમલ ડિઝાઇનવાળા દરવાજા અત્યારે મૉડર્ન ફ્લૅટ્સમાં બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

બ્રાસ કે મેટલ ઇન્લેઝ

પ્લેન લાકડાના દરવાજા પર પિત્તળ કે ગોલ્ડન કલરની મેટલ લાઇનિંગનું કામ કરવામાં આવે છે ત્યારે એ દરવાજો કન્ટેમ્પરરી ફીલ આપે છે. દિવાળીમાં ઘરનું રિનોવેશન કરાવો ત્યારે આવા દરવાજા એવું ફીલ કરાવશે જાણે તમે નવા જ ઘરમાં રહેવા આવ્યા હો.

આખા ઘરનું રિનોવેશન કરાવો અને દરવાજાને જ ભૂલી જાઓ એવું કેમ ચાલે? વાસ્તુશાસ્ત્ર હોય કે મૉડર્ન ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ઘરનું એન્ટ્રન્સ તમારા ઘરની ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય છે. જો તમારા ઘરને નવો અને રૉયલ લુક આપવો હોય તો મેઇન ડોરનું રિનોવેશન સ્માર્ટ ચૉઇસ છે.

CNC કટિંગ સેફ્ટી ડોર્સ

ફ્લૅટ કે અપાર્ટમેન્ટ્સમાં સેફ્ટી માટે મેઇન ડોરની સાથે જાળીવાળો સેફ્ટી ડોર રાખવાનો પણ રિવાજ છે એટલે હવે સાદી લોખંડની જાળીને બદલે ફ્લોરલ, જિયોમેટ્રિક કે ટ્રેડિશનલ મોટિફ્સ જેમ કે શંખ, કમળ કે ગણેશજીવાળા CNC લેઝર કટિંગના ડોર્સનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે.

કેવા દરવાજાનો છે ટ્રેન્ડ?

સાદા લાકડાના દરવાજાનો જમાનો હવે જતો રહ્યો છે. માર્કેટમાં એટલા મૉડર્ન અને આકર્ષક ઑપ્શન્સ ઉપલબ્ધ છે જે તમારા ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે.

પિવોટ ડોર્સ

જો તમારી પાસે એન્ટ્રેન્સમાં મોટી જગ્યા હોય તો પિવોટ ડોર એટલે કે જે હિન્જીસને બદલે ઉપર-નીચેના એક્સિસ પર ફરે છે એવા દરવાજા ઘરે લક્ઝુરિયસ ફીલિંગ આપે છે.

આ ટિપ્સ તમારા કામની છે

 તમારા ઘરની અંદરની ડિઝાઇન કેવી છે એના આધારે દરવાજાની પસંદગી કરવી બહુ જરૂરી છે. જો ઘરની ડિઝાઇન સિમ્પલ, ક્લીન અને કન્ટેમ્પરરી હોય તો ગ્રે, વાઇટ કે નૅચરલ વુડ શેડવાળા ફ્લશ ડોર્સ એટલે મેટલ ઇન્લેઝવાળી પૅટર્નના દરવાજા સારા લાગશે જેના પર બહુ ભારે કોતરણી ન હોય. દરવાજો હંમેશાં અંદરની તરફ ખૂલે એવો રાખવો હિતાવહ છે.

 જો ઘરમાં ઍન્ટિક ફર્નિચર અને હેવી ડેકોરેશન હોય તો ડાર્ક વુડ પૉલિશવાળા, ડીપ કાર્વિંગ અને હેવી પૅનલવાળા દરવાજા ઘરના લુક સાથે એકદમ મૅચ થશે.

 જો અપાર્ટમેન્ટની એન્ટ્રીમાં પૅસેજ નાનો હોય તો સ્લાઇડિંગ ડોર્સ અથવા લાઇટ રંગના સાદા દરવાજા પસંદ કરવા જોઈએ જેથી જગ્યા ખુલ્લી અને મોટી દેખાય.

 જો દરવાજા પર કલર કરવાનો હોય તો ડાર્ક ગ્રીન, મરૂન, ડાર્ક બ્રાઉન અથવા ગ્રે જેવા સોબર રંગો અટ્રૅક્ટિવ અને રૉયલ દેખાય છે.

home decor national news lifestyle news life and style diwali fashion news fashion