28 March, 2025 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
ઉનાળાની ગરમી અને ઉકળાટને લીધે ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં ‘લેસ ઇઝ મોર’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ઋતુમાં સ્વેટિંગ અને ઇરિટેશન વધુ થતું હોવાથી જેટલી મિનિમલ અને કમ્ફર્ટેબલ ફૅશન થાય એટલું સારું એ મંત્રને આજકાલની યુવતીઓ અપનાવી રહી છે. ઓછી મહેનતે સસ્ટેનેબલ, કમ્ફર્ટેબલ અને ફૅશનેબલ લુક કૅરી કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ફૅશન-જગતમાં આ મિનિમલ સમર ટ્રેન્ડને ‘લેઝી ફૅશન’ અથવા ‘લેઝી ગર્લ ફૅશન’નું નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે લેઝી ફૅશન ટ્રેન્ડ કરી રહી છે. આનો અર્થ એ નથી કે આળસુ થઈને ફૅશન ન કરવી. લેઝી ફૅશન એટલે રોજિંદા જીવનમાં ફૅશનને કમ્ફર્ટ અને સસ્ટેનેબિલિટી સાથે અપનાવવી. અત્યારે અભિનેત્રી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને મિમી ચક્રવર્તી આ ટ્રેન્ડને અપનાવીને યુવતીઓમાં લેઝી ફૅશનના નવા ગોલ્સ સેટ કરી રહી છે.
લેઝી ફૅશનમાં કમ્ફર્ટ હોવી સૌથી જરૂરી છે. બૅગી જીન્સ, ટી-શર્ટ અને બૉયફ્રેન્ડ શર્ટ્સ જેવાં કમ્ફર્ટેબલ અને ઓવરસાઇઝ કપડાં તમારી સમર ફૅશનને વધુ ફૅશનેબલ બનાવશે. આ ઉપરાંત જો સ્વેટ પૅન્ટ સાથે ક્રૉપ ટૉપ અને એની ઉપર સૉલિડ કલરના શર્ટ સાથે સ્લિપ-ઑન્સ તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને એન્હૅન્સ કરશે. આ ઉપરાંત તમે લિનનના લૉન્ગ શર્ટ સાથે ડેનિમ અને ચિક વેસ્ટ જેવાં કૅઝ્યુઅલ્સને પણ સહેલાઈથી કૅરી કરી શકશો. ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં સમર ફૅશનમાં કો-ઑર્ડ સેટ અને પલાઝો સાથે લૉન્ગ કુરતી પણ બેસ્ટ ઑપ્શન છે. કુરતી પેસ્ટલ કલર્સમાં લેશો એ વધુ કમ્ફર્ટ આપશે અને તડકામાં ઘરની બહાર નીકળશો તો તપશે પણ નહીં.
આમ તો મોનોક્રોમ કલર્સ બધા જ પ્રકારની ફૅશનમાં સૂટ થાય છે પણ સમર ફૅશનમાં બ્લૅક, વાઇટ, ગ્રે, ક્રીમ, ઑલિવ ગ્રીન અને નેવી બ્લુ કલર જેવા કલર્સની પસંદગી કરવી સ્માર્ટ ચૉઇસ કહેવાય છે. કલરની સાથે ફૅબ્રિક પણ બને ત્યાં સુધી કૉટનનું જ વાપરવું.