મિલ્ક પાઉડરનો ફેસમાસ્ક લગાવી ત્વચાને રાખો ફ્રેશ

11 September, 2025 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસામાં ચહેરાની રોનક ગાયબ થઈ જતી હોય છે એવામાં તમે મિલ્ક પાઉડરનો ઉપયોગ કરી ઘરે જ ફેસમાસ્ક લગાવીને ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં હવા ભેજવાળી હોવાથી ત્વચા પર એક્સ્ટ્રા ઑઇલ અને પરસેવો જમા થવાથી ત્વચાનાં છિદ્રો પુરાઈ જાય છે. પરિણામે ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. વરસાદ દરમ્યાન હવા અને પાણીમાં ગંદકી વધુ ફેલાય છે જે ત્વચા પર ચિપકી જાય છે અને કુદરતી ચમક ઓછી કરી દે છે. ચોમાસામાં ચહેરો ચિપચિપો થઈ જતો હોવાથી લોકો દિવસમાં અનેક વાર ફેસવૉશનો ઉપયોગ કરતા હોય છે. એને કારણે પણ સ્કિનનું નૅચરલ ઑઇલ નીકળી જાય છે અને ત્વચા સૂકી અને નિસ્તેજ બની જાય છે. વરસાદમાં હવામાન ઠંડું હોવાથી તરસ ઓછી લાગે છે એટલે લોકો પાણી પણ ઓછું પીએ છે અને એને કારણે શરીર ડીહાઇડ્રેટ થઈ જાય છે. એની અસર ત્વચા પર ડલનેસ અને ડ્રાયનેસના રૂપમાં દેખાય છે. એવામાં મિલ્ક પાઉડર ફેસમાસ્ક તમારા ચહેરાનો ફ્રેશ અને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરશે.

મિલ્ક પાઉડરના ફાયદા

મિલ્ક પાઉડરમાં લૅક્ટિક ઍસિડ હોય છે જે જેન્ટલ એક્સફોલિએન્ટ છે. એટલે કે એ ચહેરા પરથી ડેડ સ્કિન હટાવવાનું કામ કરીને નિસ્તેજ ચહેરાને ચમકદાર બનાવવાનું કામ કરે છે. મિલ્ક પાઉડરમાં રહેલું પ્રોટીન અને ફૅટ ત્વચાને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવાનું કામ કરે છે. મિલ્ક પાઉડર હળવી બ્લીચિંગ-ઇફેક્ટ પણ આપે છે. એટલે એના નિયમિત ઉપયોગથી ચહેરા પરના દાગધબ્બા અને ટૅનિંગ દૂર થાય છે.

skin care fashion fashion news beauty tips life and style columnists gujarati mid day mumbai monsoon news mumbai monsoon