ગળાની સુંદરતા વધારતા ચાર્મ નેકલેસ

08 July, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નેકલેસ આજકાલ સ્ટાઇલિશ અને પર્સનલ સ્ટેટમેન્ટ બની ગયો છે જેનો દરેક ચાર્મ કોઈક ઇમોશન, કોઈ યાદ કે પર્સનાલિટી દર્શાવે છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્મ નેકલેસ એવો નેકલેસ હોય છે જેમાં સ્મૉલ ડેકોરેટિવ પેન્ડન્ટ્સ અથવા તો ચાર્મ લાગેલા હોય. આ ચાર્મ અલગ-અલગ શેપ, સિમ્બૉલ અને ઑબ્જેક્ટ હોય છે. જેમ કે દિલ, ઈવિલ આઇ, તારો, ચાંદ, પતંગિયું, નામનો પહેલો અક્ષર, ધાર્મિક ચિહ‍્ન જેમ કે ક્રૉસ, ઓમ વગેરે.

ટ્રેન્ડ કેમ છે?

યંગ ગર્લ્સમાં આજકાલ ચાર્મ નેકલેસનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. લોકોને આજકાલ એવી ઍક્સેસરીઝ પસંદ છે જે તેમની પર્સનાલિટી, ઇમોશન અથવા તો લાઇફ-સ્ટોરીને રિફ્લેક્ટ કરે. ચાર્મ નેકલેસમાં અલગ-અલગ સિમ્બૉલિક ચાર્મ્સ ઍડ કરીને પોતાના હિસાબથી કસ્ટમાઇઝ કરી શકાય છે. અનેક બૉલીવુડ સેલિબ્રિટીઝ અને ફૅશન-ઇન્ફ્લુઅન્સર્સ ચાર્મ નેકલેસ પહેરતા હોય છે, જે યંગ ગર્લ્સને ખૂબ પ્રભાવિત કરે છે. ચાર્મ નેકલેસ એક અર્થસભર ભેટ હોય છે જે લોકો બર્થ-ડે, ઍનિવર્સરી અથવા સ્પેશ્યલ મોમેન્ટ પર કસ્ટમાઇઝ્ડ નેકલેસ બનાવીને ગિફ્ટમાં આપે છે. આ નેકલેસની એક ઇમોશનલ વૅલ્યુ હોવાથી લોકોમાં એનો ક્રેઝ વધી રહ્યો છે.

કેવી ટાઇપના હોય?

એક મિનિમલ ચાર્મ નેકલેસ આવે કે જેમાં ફક્ત એકથી બે જ ચાર્મ હોય. એ સિવાય લેયર્ડ ચાર્મ નેકલેસ આવે જેમાં મલ્ટિપલ લેયરમાં ચાર્મ્સ હોય છે. કસ્ટમાઇઝ્ડ ચાર્મ નેકલેસ પણ આવે જેમાં તમે તમારા હિસાબેથી ચાર્મ ઍડ કરાવી શકો. બર્થ-ડે માટે તમારે કોઈને ગિફ્ટ આપવું હોય તો તમે નેકલેસમાં વ્યક્તિના નામનો ફર્સ્ટ લેટર, બર્થ-ડે મન્થના હિસાબે જેમ-સ્ટોન આપી શકો જેમ કે જૂન હોય તો મૂનસ્ટોન, જુલાઈ હોય તો રુબી, વ્યક્તિની જે રાશિ હોય એ હિસાબે ચિહ‍્ન, સિમ્બૉલિક ચાર્મ ઍડ કરાવી શકો જેમ કે હાર્ટ એટલે કે લવ, સ્ટાર એટલે સક્સેસ, બટરફ્લાય એટલે ફ્રીડમ વગેરે. ઍનિવર્સરી હોય તો એ ​હિસાબે હાર્ટ, ચાંદ-તારા, ઇન્ફિનિટી વગેરેના સિમ્બૉલ કે વેડિંગ ડેટ, નામનો ફર્સ્ટ લેટર વગેરે ચાર્મ નેકલેસમાં ઍડ કરાવી શકાય. એવી જ રીતે કોઈ વ્યક્તિની પર્સનાલિટી બોલ્ડ ઍન્ડ કૉન્ફિડન્ટ હોય તો તેને તમે ફ્લેમ કે ક્રાઉનના સિમ્બૉલવાળો ચાર્મ આપી શકો, ટ્રાવેલ-લવર હોય તો ઍરોપ્લેન, માઉન્ટનનો ચાર્મ આપી શકો, જૉયફુલ નેચર હોય તો રેઇન્બો, કૅન્ડીનો ચાર્મ આપી શકો.

fashion fashion news beauty tips life and style columnists gujarati mid day mumbai