01 May, 2025 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો તમારા બાથરૂમમાં વિન્ટેજ સ્ટાઇલની વોલ-આર્ટ હોય અને બાથરૂમની સીટની બાજુમાં ફેવરિટ સ્નેક્સ રાખેલા હોય અને જ્યારે તમે એન્ટર થાઓ ત્યારે સેન્ટેડ કૅન્ડલની સૉફ્ટ સ્મેલ તમને કોઝી અને રિલૅક્સ ફીલ કરાવે તો કેવું લાગે? આ સાથે ડેકોરેશન માટે વપરાતી રંગબેરંગી લાઇટિંગ્સ અને ડેકોરેટિવ પીસ તમારા બાથરૂમને ડ્રીમી બેડરૂમ જેવી ફીલિંગ આપશે, નહીં? આવા વાતાવરણમાં OTTની કન્ટેન્ટ જોવાની અને કમ્ફર્ટ સાથે બાથરૂમમાં પડ્યા રહેવાની મજા આવી જાય. આ આ ફક્ત મનના વિચારો નથી, અત્યારે આ રીતે ટૉઇલેટને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ આ કન્સેપ્ટને ‘ટૉઇલેટસ્કેપિંગ’ કહે છે.
આજકાલ લોકો બાથરૂમને ડેકોરેટિવ પીસથી સજાવીને નાનકડું મ્યુઝિયમ બનાવી દે છે. સાંભળવામાં ક્લાસ, એલિગન્ટ અને એસ્થેટિક વાઇબ આપતાં આ ડેકોરેટિવ ટૉઇલેટ્સનો કન્સેપ્ટ હકીકતમાં કામની ચીજ છે? ખરેખર આ કન્સેપ્ટને અપનાવવા જેવો છે? આ સવાલોનો જવાબ ના હશે. આ ટ્રેન્ડ વેસ્ટર્ન દેશોમાં બહુ ચાલે છે. બાથરૂમમાં ડેકોરેટિવ આઇટમ્સને રાખવાથી એમાં બૅક્ટેરિયા જમા થઈ શકે છે. ખાસ કરીને ટૉઇલેટની ડેકોરેટિવ સીટ પર. વારંવાર એને ચેન્જ કરવી તો શક્ય નથી, પણ એને રાખી મૂકવી પણ હાઇજિનિક ન કહેવાય. બાથરૂમમાં વાતાવરણની આર્દ્રતા સૌથી વધુ હોવાથી ડેકોરેટિવ પીસ પર મોઇશ્વર લાગી જાય છે અને એને સાફ કરવું અને રાખવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને આ પ્રકારનું ડેકોરેશન ખર્ચાળ પણ હોય છે.
જો બાથરૂમ ડેકોરેશનનો ટ્રેન્ડ જોઈને તમારા બાથરૂમને પણ સજાવવાની ઇચ્છા થતી હોય તો બૅક્ટેરિયા જમા ન થાય અને ઈન્ફેક્શનનું રિસ્ક ઓછું રહે એ રીતે મિનિમલ બાથરૂમ ડેકોર કરી શકો છો. બાકી રહી બાથરૂમમાં ખાવાપીવાની વાત, તો હાઈજીનની દ્રષ્ટિએ ન ખાવું જ હિતાવહ છે. હેલ્થ એક્સપર્ટ્સે આપેલા મત અનુસાર બાથરૂમમાં ફ્લશ કરવા પહેલાં સીટના ઢાંકણને ઢાંકી દેવું જોઈએ જેથી બૅક્ટેરિયા ઓછા ફેલાય. જ્યારે તમે ફ્લશ કરો છો ત્યારે માઈક્રોસ્કોપિક પાર્ટિકલ્સ હવામાં ભળે છે અને એ બૅક્ટેરિયા અને વાઇરસનું વાદળ બને છે. એને ટૉઇલેટ પ્લુમ કહેવાય છે. આ ટૉઇલેટ પ્લુમના કણો આપણા શરીરમાં પ્રવેશે તો પાચનસંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. તેથી સીટ-કવર રાખવાનો પણ કોઈ અર્થ નથી. ઈઝી ટુ ક્લીન એલિમેન્ટ જેમ કે ફ્લાવર વાઝ, ઇન્ડોર પ્લાન્ટ્સની સાથે સ્ટાઇલિશ મિરર અને મૉડર્ન ફિનિશ આપતાં માર્બલ અને વૉલપેપર તમારા બાથરૂમમાં એસ્થેટિક વાઇબ આપશે અને સાથે થોડું ડેકોરેટિવ પણ લાગશે.