વૉર્ડરૉબ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ ઇમોશનલી કેટલી સ્ટ્રૉન્ગ છે : વિરાફ પટેલ

11 January, 2023 12:15 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેતા વિરાફ પટેલને સાફ અને વ્યવસ્થિત ગોઠવેલું વૉર્ડરૉબ જ જોઈએ

વિરાફ પટેલ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કરનાર મૉડેલ અને અભિનેતા વિરાફ પટેલ (Viraf Patel) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : અત્યારે મારા રુમમાં સ્લાઇડિંગ વૉર્ડરૉબ છે. પણ વૉર્ડરૉબ પેટર્ન વિશે મારો એવો કોઈ ખાસ પ્રેફરન્સ નથી. બસ એક વ્યવસ્થિત વૉર્ડરૉબ હોવું જોઈએ

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : દરેક કપડાં તેની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલા હોય અને જે વૉર્ડરૉબમાં વાઇટ કલરના કપડાં વધુ દેખાય એ વૉર્ડરૉબ મારું જ હોય.

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : મને મારું વૉર્ડરૉબ એકદમ પર્ફેક્ટ ઑર્ગેનાઇઝ જોઈએ એટલે હું લગભગ મહિનામાં ત્રણ-ચાર વખત કે અઠવાડિયામાં એક વાર તો ઑર્ગેનાઇઝ કરું જ છું. ઘણીવાર મારી વાઈફનું વૉર્ડરૉબ અરેન્જ કરવામાં પણ હું તેની મદદ કરું. એક ફની અને સિક્રેટ વાત તમને જણાવું, અમારા બન્નેના વૉર્ડરૉબ એકદમ બાજુમાં જ છે પણ બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. મારું વૉર્ડરૉબ એકદમ નીટ-ક્લિન અને ઑર્ગેનાઇઝ્ડ હોય જ્યારે મારી વાઈફનું વૉર્ડરૉબ એકદમ મૅસી છે.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : શૂટિંગમાંથી અને કામમાંથી સમય મળે ત્યારે હું વૉર્ડરૉબ અરેન્જ કરવાનો સમય ફાળવી જ લઉં છું. તમને બધાને હું એક ટીપ આપીશ, તમે તમારા બૉયફ્રેન્ડને ડેટ કરી રહ્યાં છો કે તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો સૌથી પહેલાં તેના વૉર્ડરૉબ પર નજર કરી લેજો. તેનું વૉર્ડરૉબ કઈ રીતે ગોઠવાયેલું છે તેના પરથી જ તેની ઈમોશનલ સ્ટેબિલિટીનો ખ્યાલ આવી જશે. વૉર્ડરૉબ જેટલું ઑર્ગેનાઇઝ્ડ એટલી જ વ્યક્તિ ઇમોશનલી પણ ઑર્ગેનાઇઝ્ડ હોય છે.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : જે પ્રમાણે કપડાંનો વપરાશ હોય એ પ્રમાણે હું વૉર્ડરૉબમાં કપડાં ગોઠવું છું. બાકી તો, જીન્સ એક જગ્યાએ, ટ્રેક પેન્ટ એક જગ્યાએ, ફોર્મલ શર્ટ જુદા ખુણામાં બસ એ જ રીતે ગોઠવું.

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : કપડાંના વપરાશ પ્રમાણે એટલે કે જે પ્રકારના કપડાંનો વપરાશ વધુ થતો હોય તેને એકદમ હૅન્ડી રાખીએ અને જે કપડાં ક્યારેક પહેરતા હોઈએ તેને વૉર્ડરૉબમાં પાછળની બાજુએ મુકીએ. જો આ પ્રકારે ગોઠવણી કરીએ તો તમને કપડાં લેવા-મુકવામાં સરળ રહે.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : તમને એક મજાની વાત કહું, હું અને મારી વાઇફ સલોની ખન્ના અમે જ્યારે મળ્યાં અને અમારું રિલેશન ગ્રો થવા લાગ્યું ત્યારે એક દિવસ મેં એને કીધું કે, જો સાંભળ હું ૩૮નો છું અને તમે ૨૭ના છો. મારી પાસે હવે બહુ કંઈ ડેટિંગનો ટાઈમ નથી. એક કામ કર તું બે-ચાર દિવસ મારી સાથે રહેવા આવી જા. આપણે આખો દિવસ સાથે રહીશું ત્યારે એકબીજાને વધારે ઓળખી શકીશું. એટલે એ એની એક સૂટકેસ લઈને આવી મારા ઘરે મારી સાથે રહેવા. પહેલીવાર હું કોઈની સાથે મારો રુમ શૅર કરવાનો હતો. મારી માટે ઘણું નવું હતું. સલોની મારા ઘરે રહેવા આવી અને ત્રણ-ચાર દિવસમાં તો આખા દેશમાં લૉકડાઉન લાગી ગયું. હવે અમે બન્ને જ ઘરમાં હતા. એ રોજ એની સૂટકેસમાંથી કપડાં કાઢે અને પાછા મુકે. એટલે એક દિવસ મેં એને કીધું કે, તું હવે થોડા વધુ દિવસ અહીંયા છે તો તારા કપડાં વૉર્ડરૉબમાં ગોઠવી દે. પછી હું મારા વૉર્ડરૉબમાં એક શેલ્ફ એના કપડાં માટે ખાલી કરતો હતો ત્યારે મને સમજાયું કે હું મારા જીવનમાં પણ એની જગ્યા કરી રહ્યો છું. અમે વૉર્ડરૉબમાં શૅર કરવાનું નક્કી કર્યું અને બસ ત્યારથી જ જીવન શૅર કરવા માટે પણ મન મક્કમ કરી લીધું.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : હું મને મળતાં બ્લૅસિંગ્સ કાઉન્ટ કરું છું, કપડાં નહીં (ખડખડાટ હસે છે).

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : હું ઘણા વર્ષો પહેલાં થાઇલેન્ડ ગયો હતો ત્યારે મેં એક ૫૦ રુપિયાનું હવાઇન શર્ટ લીધું હતું. એ શર્ટ લઈ લીધું પછી મને બટન જોઈને ખ્યાલ આવ્યો કે એ શર્ટ ફીમેલ હતું. પરંતુ મારા બોડી પર બહુ જ સૂટ કરતું હતું. એનું ફિટિંગ પણ સરસ લાગતું હતું. હજી પણ એ શર્ટ હું ઘણીવાર પહેરું છું.

સૌથી મોંધુ તો નહીં પણ સૌથી મુલ્યવાન આઉટફિટ છે, જે મેં મારા લગ્ન સમયે પહેર્યું હતું. લૉકડાઉન દરમિયાન મારા કોર્ટમાં લગ્ન થયા હતા. લગ્નની બે-ત્રણ વાર તારીખ નક્કી થઈ પણ કોરોનાને કારણે એ પાછી ઠેલવાતી. એટલે પછી એક દિવસ પરિવારજનોએ કીધું કે, હવે જે પણ થાય કોર્ટમાં તો કોર્ટમાં લગ્ન કરી જ દો. અમે તરત જ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. લૉકડાઉન હતું એટલે શોપિંગ કરવાનો તો સવાલ જ નહોતો. એટલે મારી વાઈફે એની ફ્રેન્ડ પાસેથી સાડી ઉધાર લીધી. પછી મેં મારા વૉર્ડરૉબમાં નજર કરી કે, સાથે શું મેચ થશે અને મારા એક ડિઝાઈનર મિત્રએ મને તાત્કાલિક લિનનનો સૂટ બનાવી આપ્યો હતો. એ મારા માટે સૌથી અમુલ્ય આઉટફિટ છે.

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : ટ્રેક પેન્ટનું સેક્શન મારું મનપસંદ કોર્નર છે.

 

આ પણ વાંચો – હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : જીન્સ, વ્હાઇટ લિનન શર્ટ, વ્હાઇટ સ્નિકર્સ, બ્રાઉન બૂટ્સ અને એક નેવી બ્લૂ સૂટ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : પહેલાં હું બહુ સ્ટાઇલિશ કપડાં પહેરતો પણ મહામારી પછી તો મારી સ્ટાઇલ કમ્ફર્ટ થઈ ગઈ છે.

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : મને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવા ગમે છે પણ મારા કમ્ફર્ટના ભોગે નહીં. ઘણીવાર હું ટ્રેન્ડ્ પ્રમાણે સ્ટાઇલ કરું પણ જો પછી એ કર્મ્ફટેબલ ન હોય તો હું કન્ટિન્યૂ નથી કરતો.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : ના Wardrobe Malfunctions જેવું તો કંઈ ખાસ નહીં. પણ મારો મિત્ર છે ફ્રેડી દારુવાલા જે હંમેશા મારા ફેશન ફોપા પોઇન્ટ આઉટ કરે. બાકી મને તો ઘણીવાર ખ્યાલ પણ નથી હોતો કે મેં શું પહેર્યું છે. હું તેની પાસેથી કપડાંની સેન્સ શીખું જેથી ફેશન ફોપા જેવું કંઈ થાય નહીં.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : તમે જે કપડાં પહેરો છો એ તમારી પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે છે અને એ જ તમારી ફેશન પણ છે.

life and style fashion fashion news dhollywood news wednesday wardrobe rachana joshi