કસાટા સંદેશ મોદક

03 September, 2025 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩ યલો કલરનાં ટીપાં પાઇનૅપલ એસેન્સ, યલો ટુટીફ્રૂટી નાખવી, ૪ વાઇટ કલરમાં વૅનિલા એસેન્સ અને કાજુના નાના ટુકડા કરી નાખવા

કસાટા સંદેશ મોદક

સામગ્રી: પનીર લીંબુ નાખીને ફાડવું અથવા રેડીમેડ લાવવું, પનીર ૧ કપ મૅશ કરેલું, મિલ્ક પાઉડર ૧/૨ કપ, ફરાળી લોટ ૧ ટીસ્પૂન, બૂરુ ખાંડ ૧/૨ કપ, દૂધ ૧/૪ કપ, કલર માટે ૧ ગ્રીન કલરમાં મિક્સ ફ્રૂટ એસેન્સ, ગ્રીન ટુટીફ્રૂટી ૨ રેડ કલરમાં રોઝ એસેન્સ અને રેડ ટુટીફ્રૂટી ૩ યલો કલરમાં પાઇનૅપલ એસેન્સ, યલો ટુટીફ્રૂટી ૪ વાઇટ કલરમાં વૅનિલા એસેન્સ અને કાજુના ટુકડા.

રીત: મિક્સરમાં પનીર, મિલ્ક પાઉડર, બૂરુ ખાંડ, લોટ, દૂધ નાખી ગ્રાઇન્ડ કરવું. પૅનમાં ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ નાખી કુક કરવું. સતત હલાવતા રહેવું. પૅન છોડી દે ત્યાં સુધી થવા દેવું, પછી ઠંડું પડે પછી એના ચાર ભાગ કરવા. ઉપર જણાવ્યા મુજબ ૧ ગ્રીન કલરનાં ટીપાં મિક્સ ફ્રૂટ એસેન્સ અને ૧ ટીસ્પૂન જેટલી ટુટીફ્રૂટી નાખવી, ૨ રેડ કલરનાં ટીપાં, રોઝ એસેન્સ, રેડ ટુટીફ્રૂટી નાખવી. ૩ યલો કલરનાં ટીપાં પાઇનૅપલ એસેન્સ, યલો ટુટીફ્રૂટી નાખવી, ૪ વાઇટ કલરમાં વૅનિલા એસેન્સ અને કાજુના નાના ટુકડા કરી નાખવા. મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી ચારેનું મિશ્રણ થોડું-થોડું મોલ્ડમાં નાખી મોલ્ડ બંધ કરી મોદક કરવા. બીજા એવી જ રીતે કરવા. બહુ જ કલરફુલ કસાટા મોદક દેખાય છે.

-મંજુ પરીખ

food news indian food mumbai food Gujarati food ganpati festivals life and style columnists gujarati mid day mumbai ganesh chaturthi