23 August, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રાયફ્રૂટ સુખડી
સામગ્રી: બદામ ૬૦ ગ્રામ, પિસ્તાં ૪૦ ગ્રામ, કાજુ ૪૦ ગ્રામ, અખરોટ ૫૦ ગ્રામ, કિસમિસ ૪૦ ગ્રામ, સૂંઠ પાઉડર ૪૦ ગ્રામ, ઘી ૧૦૦ ગ્રામ, ગોળ ૧૦૦ ગ્રામ, એલચી પાઉડર ૧ ચમચી, સૂકા ગુલાબની પાંખડી ૨ ચમચી.
રીત : બધાં જ ડ્રાયફ્રૂટ શેકી લેવાં. પછી ઠંડાં થાય એટલે મિક્સરમાં કરકરાં પીસી લેવાં. બીજી બાજુ એક કડાઈમાં ઘી ગરમ થાય તો ડ્રાયફ્રૂટ પાઉડર ૧૦ મિનિટ સુધી ઘીમાં શેકી લેવો. પછી ગૅસ બંધ કરીને ગોળ, એલચી પાઉડર નાખી મિક્સ કરવું. ત્યાર બાદ ટ્રેમાં ઘી લગાડીને ઠંડું થવા મૂકવું. ઉપરથી ગુલાબની પાંખડીઓ નાખવી. ૧૫ મિનિટ પછી ચોરસ ટુકડા કરવા.
-ગુંજન દેઢિયા