02 September, 2025 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાળી ચાટ
સામગ્રી : બાફેલા બટાટા, પનીર, શિંગદાણાનો ભૂકો, આદું-મરચાંની પેસ્ટ, ગળ્યું દહીં, લીલી ચટણી, ગળી ચટણી, મીઠું, તેલ.
રીત : બાફેલા બટાટાને મૅશ કરી મીઠું, આદું-મરચાંની પેસ્ટ નાખી તૈયાર કરવું. પનીર અને શિંગદાણાનો ભૂકો મિક્સ કરી થોડું મીઠું નાખવું. કોથમીર નાખી તૈયાર કરવું. બટાટાની અંદર પનીર અને શિંગનું સ્ટફિંગ ભરી પૅટીસ તૈયાર કરવી. પછી તેલ અથવા ઘીમાં શૅલો ફ્રાય કરવી. બન્ને બાજુથી ક્રિસ્પી થઈ જશે. પછી ચાટ માટે પૅટીસની ઉપર ગળ્યું દહીં નાખવું. ગ્રીન ચટણી અને ગળી ચટણી નાખી સર્વ કરવું. પૅટીસને દહીં સાથે અને ચટણી સાથે બન્ને રીતે સર્વ કરી શકાય.
-ગાયત્રી સરધારા