નાગર સ્પેશ્યલ સુખપાવની મહારાજા ખીચડી

23 June, 2025 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશી ઘી; તજ; લવિંગ; મોટી એલચી; તમાલપત્ર; પાંચથી ૬ મરી; બે ચમચી આદું-લસણની પેસ્ટ; બે ચમચી લીંબુનો રસ અને લસણ (ઑપ્શનલ); બે લીલાં મરચાંના ૪ ટુકડા; હિંગ; હળદર; લાલ મરચાંની ભૂકી

નાગર સ્પેશ્યલ સુખપાવની મહારાજા ખીચડી

સામગ્રી : ૧ કપ બાસમતી ચોખા અડધો કલાક પલાળેલા; ૧ કપ તુવેરની દાળ, મોગર દાળ છોડાવાળી, મગની દાળ, મસૂરની દાળ - અડધો કલાક પલાળેલી; ૧ કપ તુવેર, વટાણા, પાપડી, ચોળીના દાણા, ૧ કપ કોળું, તૂરિયા, રીંગણ નાનાં સમારેલાં; ૩+૨ ચમચા દેશી ઘી; તજ; લવિંગ; મોટી એલચી; તમાલપત્ર; પાંચથી ૬ મરી; બે ચમચી આદું-લસણની પેસ્ટ; બે ચમચી લીંબુનો રસ અને લસણ (ઑપ્શનલ); બે લીલાં મરચાંના ૪ ટુકડા; હિંગ; હળદર; લાલ મરચાંની ભૂકી (અડધી ચમચી)

રીત : સૌપ્રથમ ૩ ચમચા દેશી ઘી એક જાડી તપેલીમાં મૂકો. ઘી ગરમ થાય એટલે તરત જ તજ, લવિંગ, એલચી, તમાલપત્ર નાખો. ત્યાર બાદ આદું-લસણની પેસ્ટ, મરચાના ટુકડા, હિંગ, હળદર, લાલ મરચાંની ભૂકી નાખી સાંતળો. ૧ મિનિટ બાદ શાક અને લીલા દાણા નાખી સાંતળો. બે મિનિટ બાદ પલાળેલી દાળ પાણી કાઢી નાખી સાંતળો. પાંચ મિનિટ પછી પાણી નિતારીને ચોખા સાંતળો. જરાક સાંતળ્યા બાદ પાંચ કપ પાણી નાખો. સ્વાદ અનુસાર મીઠું નાખો. ખીચડી ખદબદે એટલે આંચ ધીમી કરી ઉપર ઢાંકણું ઢાંકી ધીમા તાપે ચડવા દો. દાળ-ચોખા ચડી જાય પછી બે ચમચા દેશી ઘી નાખી ગરમ પીરસો. વઘારેલી છાશ સાથે લિજ્જત આવશે, સુખનો ઓડકાર ખાઓ.

food news indian food mumbai food Gujarati food life and style columnists gujarati mid-day mumbai