પાકી કેરીનાં ભજિયાં

25 June, 2025 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિંગ ૧ ચમચી, ૧ ચમચી હળદર, બે મીડિયમ સાઇઝની દેવગઢ (આફૂસ) કેરી, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ ઉપરથી છંટકાવ માટે, ચાટ મસાલો અને ૧ ચમચી સંચળ.

પાકી કેરીનાં ભજિયાં

સામગ્રીઃ પા કિલો ચણાનો લોટ, ૧ નાની ચમચી અજમો શેકીને લેવો, હિંગ ૧ ચમચી, ૧ ચમચી હળદર, બે મીડિયમ સાઇઝની દેવગઢ (આફૂસ) કેરી, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ ઉપરથી છંટકાવ માટે, ચાટ મસાલો અને ૧ ચમચી સંચળ.

રીત : સૌપ્રથમ ચણાના લોટમાં હળદર, હિંગ, મીઠું નાખીને ફીણી લેવું. તેલ ગરમ કરવા મૂકી દેવું. ૧ મોટો ચમચો ગરમાગરમ તેલ લઈને ચણાના લોટમાં નાખીને પછી ફીણી લેવું. કેરીને સુધારીને ચાખી લેવી. ખાટીમીઠી કે મીઠી ઘરમાં બધાને જોઈએ એવા સ્વાદ પ્રમાણે લેવું. તેલ મીડિયમ ગરમ થાય ત્યારે કેરીનાં ઊભાં ચીરિયાં કરીને લોટમાં હલાવીને પછી તેલમાં તળવાં. બ્રાઉન ગુલાબી થાય એટલે આગળ-પાછળ ઉથલાવી લેવાં.

નીચે ટિશ્યુપેપરમાં ઉતારીને પછી જેવા પીસ જોઈએ એવા કાપા પાડીને ઉપરથી ચાટ મસાલોનો છંટકાવ કરવો.

ડેકોરેશન માટે મીડિયમ લીલાં મરચાં લેવા. આજુબાજુ ડિશમાં બે-બે મરચાં મૂકીને વચમાં કેરી ભજિયાં ‍મૂકવાં. મીડિયમ ઠંડાં પડે પછી ખાવાં.

સૂચના : ઉપરની બધી સામગ્રીથી અજમાનાં પાનનાં ભજિયાં પણ બનાવી શકાય છે, ટ્રાય કરજો. આભાર.

food news indian food mumbai food news life and style columnists gujarati mid day mumbai