20 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોળનો શિંગપાક
સામગ્રી : ૧ વાટકી શિંગ, ૧ વાટકી ગોળ, ૧/૨ વાટકી પાણી, ૧ ચમચી ઘી.
રીત : પહેલાં શિંગને ૩ મિનિટ માટે માઇક્રોવેવમાં અથવા ગૅસ પર શેકી લો (ખાલી ફોતરાં નીકળે ત્યાં સુધી, વધુ બ્રાઉન ન શેકવી નહીં તો શીંગપાક બ્રાઉન થઈ જશે). શિંગ ઠંડી પડે ત્યારે એનાં ફોતરાં કાઢી મિક્સરમાં ઑન-ઑફ કરી ક્રશ કરી લો. પછી એક કડાઈમાં ગોળ અને પાણી ઉમેરીને એની એક તારની ચાસણી બનાવી એમાં શિંગનો ચૂરો ઉમેરી મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એમાં એક ચમચી ઘી નાખીને એને મિક્સ કરવું અને ગૅસ બંધ કરવો. એક પ્લેટમાં ઘી લગાડી મિશ્રણ પાથરી ઠંડું થાય ત્યારે એના ચાકુથી કટકા કરી લેવા.
નોંધ : ગોળને બદલે ખાંડ પણ સરખા માપથી એટલે કે ૧ વાટકી વાપરી શકાય પણ ગોળથી હેલ્ધી બને. શ્રાવણ મહિનામાં ઉપવાસમાં અથવા રક્ષાબંધનમાં જરૂર બનાવજો.
-કાજલ ડોડિયા