07 July, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંભારિયા ખીચડી
સામગ્રી: ૩/૪ કપ ચોખા અને મગની દાળનું મિશ્રણ, ૪ નાની ડુંગળીઓ, ૫-૬ નંગ નાની બટાકી, ૨ ટીસ્પૂન ધાણા જીરું પાઉડર, ૧/૪ ટીસ્પૂન હળદર પાઉડર, ૧ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, ૩/૪ ટીસ્પૂન મીઠું, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો પાઉડરસમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં અને આદું, ૨ ટીસ્પૂન શુદ્ધ ઘી, ૧/૨ ટીસ્પૂન જીરું, ૧ તમાલપત્ર, ૨ સૂકાં લાલ મરચાં, ૧/૪ ટીસ્પૂન હિંગ, દોઢ કપ પાણી
બનાવવાની રીત: સૌપ્રથમ ચોખા અને મગની દાળને પાણીથી સારી રીતે ધોઈને લગભગ અડધા કલાક માટે પલાળવા મૂકી દો. ત્યાર બાદ ડુંગળી અને બટાટાની છાલ ઉતારી એની વચ્ચે બે કાપા પાડી દો. હવે એક બાઉલમાં ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. એમાં ઝીણાં સમારેલાં આદું અને લીલાં મરચાં ઉમેરીને બધું મિક્સ કરી મસાલો તૈયાર કરો. તૈયાર મસાલો ડુંગળી અને બટાટામાં કરેલા કાપામાં ભરી દો. હવે એક કુકર લો અને એમાં ધીમા તાપે ઘી ગરમ કરો. ઘી ગરમ થતાં જ એમાં જીરું, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં અને હિંગ ઉમેરો. ત્યાર બાદ મસાલા ભરેલાં ડુંગળી અને બટાટા ઉમેરીને હલાવતાં રહેવું અને થોડું સાંતળવું.હવે પલાળેલાં ચોખા અને મગની દાળ ઉમેરી દો અને સાથે વધેલો મસાલો પણ ઉમેરો. પછી પાણી ઉમેરી બધું મિક્સ કરો અને કુકરનું ઢાંકણ લગાવી દો. ચાર સીટી બાદ ગૅસ બંધ કરી દો. કુકર ઠંડું થયા પછી ઢાંકણ ખોલી લો. ઉપરથી થોડી સમારેલી કોથમીર ઉમેરો. તો તૈયાર છે સંભારિયા ખીચડી.